For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વ્યક્તિએ ભૂલથી કચરાની ટ્રકમાં 16 લાખ રૂપિયા ફેંક્યા, ખબર પડી ત્યારે…

તમારી સાથે પણ ક્યારેક આવું જરૂર થયું હશે, જ્યારે ભૂલથી તમે તમારી કેટલીક મહત્વપૂર્ણ વસ્તુને ક્યાંક છોડી દીધી હશે. અથવા તમે ભૂલથી તમારો સામાન બહાર ફેંકી દીધો હશે.

|
Google Oneindia Gujarati News

તમારી સાથે પણ ક્યારેક આવું જરૂર થયું હશે, જ્યારે ભૂલથી તમે તમારી કેટલીક મહત્વપૂર્ણ વસ્તુને ક્યાંક છોડી દીધી હશે. અથવા તમે ભૂલથી તમારો સામાન બહાર ફેંકી દીધો હશે. પરંતુ જરા વિચારો, એવું ક્યારેય તમારી સાથે થયું છે કે તમે આકસ્મિક રીતે કચરાના ઢગલામાં પૈસા ફેંકી દીધા હોય. તમને વિચારીને અજીબ લાગશે, પરંતુ એક વ્યક્તિએ આકસ્મિક રીતે તેના 16 લાખ રૂપિયા કચરાથી ભરેલી ટ્રકમાં ફેંકી દીધા હતા. જ્યારે માણસને ખબર પડે છે કે તેની આજીવન આવક કચરા ઢગલામાં જતી રહી તો તેના હોશ ઉડી ગયા. તે પછી ટૂંક સમયમાં જ તેણે ટ્રકની શોધખોળ શરૂ કરી હતી અને ટ્રકને લગભગ 321 કિમી દૂર જઈને રોકવામાં આવી હતી.

જાણો આખો મામલો શું હતો

જાણો આખો મામલો શું હતો

આ મામલો અમેરિકાના ઓરેગન શહેરનો છે. હકીકતમાં, આ વ્યક્તિએ તેના ઘરમાં એક ચંપલના ખોખામાં લગભગ 23 હજાર ડોલર એટલે કે 16 લાખ રૂપિયા છુપાવ્યા હતા. ઘરની સફાઇ દરમિયાન કચરો ફેંકી રહ્યા હતા ત્યારે વ્યક્તિએ ભૂલથી તે ચંપલનું ખોખું પણ બહાર કચરો ભરેલી ટ્રકમાં ફેંકી દીધું હતું. થોડા સમય પછી, જ્યારે તે વ્યક્તિને ખ્યાલ આવ્યો કે તેની આજીવન આવક કચરા ઢગલામાં જતી રહી તો, તેના હોશ ઉડી ગયા. ગભરાયેલા માણસે કોઈક રીતે કચરો ઉતારનાર કંપનીનો નંબર શોધી કાઢ્યો અને કંપનીને ફોન કરીને આખી વાત જણાવી.

ટ્રકને 321 કિમી દૂર જઈને રોકવામાં આવી

ટ્રકને 321 કિમી દૂર જઈને રોકવામાં આવી

આ પછી આ શખ્સના પૈસા પરત આપવા માટે ટ્રકની શોધખોળ શરૂ કરાઈ હતી. યુ.એસ. માં રહેણાંક વિસ્તારોથી કચરો દૂર ફેંકી દેવામાં આવતો હોવાથી કચરો ભરીને ટ્રક લગભગ 321 કિલોમીટર દૂર નીકળી ગઈ હતી. ટ્રકને રોકવામાં આવી અને તે પછી કચરાની અંદર માણસનું પૈસાવાળુ બોક્સ શોધવા લાગ્યા. થોડા પ્રયત્નો પછી બોક્સ મળી આવ્યું, પરંતુ કેટલાક પૈસા ગાયબ હતા. જ્યારે રૂપિયા ગણવામાં આવ્યા, ત્યારે તે 22 હજાર રૂપિયા એટલે કે 320 ડોલર ઓછા હતા. જો કે, તે વ્યક્તિએ રૂપિયાના ઘટાડા અંગે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી અને જેટલા રૂપિયા બોક્સમાં હતા તે તમામ રૂપિયા લઈને તે પાછો તેના ઘરે આવ્યો હતો. આ વ્યક્તિએ કચરા કંપનીને તેમના પૈસા પાછા મળવા બદલ આભાર પણ માન્યો.

અને જ્યારે ટ્રકમાંથી થવા લાગ્યો નોટોનો વરસાદ

અને જ્યારે ટ્રકમાંથી થવા લાગ્યો નોટોનો વરસાદ

તમને જણાવી દઈએ કે આ પહેલા યુ.એસ. માં એક કેસ સામે આવ્યો હતો, જ્યાં ટ્રકમાંથી નોટોનો વરસાદ થવા લાગ્યો હતો. તે સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે, પરંતુ તે સાચું છે. ખરેખર, અમેરિકન રાજ્ય જ્યોર્જિયા, એટલાન્ટામાં, નોટોથી ભરેલી ટ્રક હાઈવે પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન ટ્રકનો દરવાજો રસ્તા પર ખુલી ગયો હતો. દરવાજો ખુલતાની સાથે જ ટ્રકમાં રાખેલી નોટો બહાર ઉડવા લાગી અને આખા રસ્તા પર ફેલાઈ ગઈ. હાઇવે પર નોટોનો વરસાદ જોતા ત્યાંથી પસાર થતા ઘણા લોકોએ નોટો ઉપાડવાનું શરૂ કરી દીધું હતું. તેણે હાઇવે પર પોતાની કાર રોકી અને નોટો ઉપાડવાનું શરૂ કર્યું. અધિકારીઓને જ્યારે આ બાબતની ખબર પડી ત્યારે તેઓએ ટ્રક ઉભી રાખીને તેના દરવાજા બંધ કર્યા. જો કે, ત્યાં સુધીમાં લોકોએ ઘણી નોટો ઉઠાવી લીધીલીધી હતી.

English summary
A man accidentally dumped Rs 16 lakh in a garbage truck
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X