છાતીએ વળગાડીને એક પિતાએ દીકરીને કરાવ્યુ Breastfeed, વાયરલ થયો Video
સોશિયલ મીડિયા પર એક વીડિયો હાલમાં આકર્ષણનુ કેન્દ્ર બની રહ્યો છે. આ વીડિયો જોયા બાદ દરેકની આંખો ભીની થઈ રહી છે. વાસ્તવમાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક પિતા પોતાની દીકરીને છાતીઓ વળગાડીને બ્રેસ્ટફીડ કરાવી રહ્યા છે અને તેમની નાનકડી દીકરી તેમને પોતાની મા સમજીને દૂધ પી રહી છે.
|
એક પિતાએ પોતાની નાનકડી દીકરીન કરાવ્યુ Breastfeed
તમને જણાવી દઈએ કે 17 નવેમ્બરના રોજ @_SJPeace_(StanceGrounded) ટ્વિટર અકાઉન્ટથી આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો જેને અત્યાર સુધીમાં 47 લાખ લોકોએ જોઈ લીધો છે. લોકોએ આ વીડિયો જોયા બાદ પિતાની ખૂબ પ્રશંસા કરી છે.
|
આ વીડિયો 8 સેકન્ડનો છે...
વાસ્તવમાં બાળકીની મા નથી અને તે બોટલથી દૂધ પીતી નહોતી અને મા માટે રોઈ રહી હતી. ત્યારે તેના પિતાએ બોટલને પોતાના કપડામાં છૂપાવીને એકદમ માની જેમ બાળકીને છાતીએ વળગાડીને તેને દૂધ પિવડાવવુ પડ્યુ. આ વીડિયો 8 સેકન્ડનો છે.
આ પણ વાંચોઃ સેક્સી રાગિની કરિશ્માના આ વાયરલ ફોટા તમારા હોશ ઉડાવી દેશે, એકલામા જ જોજો
|
વીડિયોમાં દેખાતા બાપ-દીકરી વિશે વધુ માહિતી નથી
જો કે વીડિયોમાં દેખાતા બાપ-દીકરી વિશે વધુ માહિતી મળી શકી નથી. આ લોકો ક્યાં છે, દીકરીની માને શું થયુ, આ વિશે કંઈ ખબર નથી. લોકો આ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે. અમુક યુઝર્સે લખ્યુ કે આ બાળકી માટે પિતાનો આ પવિત્ર પ્રેમ છે, શેર કરવા માટે આભાર.