Video : દિલ્હી એરપોર્ટ પર વૃદ્ધને હાર્ટ એટેક આવતા મહિલાએ 5 મિનિટમાં જીવ બચાવી લીધો, જુઓ વીડિયો
કહેવાય છે કે હાર્ટ એટેકની સ્થિતીમાં જો સમયસર ટ્રિટમેન્ટ આપવામાં આવે તો દર્દીનો જીવ બચી શકે છે. આ વાત દિલ્હી એરપોર્ટ પર સાબિત થઈ ગઈ છે.
બુધવારે દિલ્હી એરપોર્ટ પર એક વૃદ્ધ વ્યક્તિનો જીવ બચાવનાર મહિલા ડૉક્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો ડોક્ટરના વખાણ કરી રહ્યા છે.

દિલ્હી એરપોર્ટ પર 0 વર્ષથી વધુ ઉંમરના એક વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તે એરપોર્ટના ફૂડ કોર્ટમાં ફ્લોર પર પડી ગયા. આ દરમિયાન ત્યાં હાજર એક મહિલા ડૉક્ટરની નજર પડી અને તે વૃદ્ધા તરફ દોડી અને તેની છાતી પર જોરશોરથી પમ્પ કરીને CPR આપવાનું શરૂ કર્યું.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને યૂઝર્સ વૃદ્ધ વ્યક્તિને તાત્કાલિક મદદ કરવા અને તેને નવું જીવન આપવા બદલ મહિલા ડૉક્ટરની પ્રશંસા કરી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં એક મહિલા ડૉક્ટર દિલ્હી એરપોર્ટ પર હાર્ટ એટેક પછી તેને પુનર્જીવિત કરવા માટે તેના બંને હાથના દબાણથી વૃદ્ધ વ્યક્તિના હૃદયને સતત પંપ કરતી જોવા મળે છે.
આ સાથે તે એરપોર્ટના મેડિકલ સ્ટાફને તાત્કાલિક બોલાવવાની વિનંતી પણ કરતી જોવા મળે છે. જો કે આ તબીબ કોણ છે અને દર્દી કોણ છે તે બહાર આવ્યું નથી પરંતુ લોકો તબીબના ખૂબ વખાણ કરી રહ્યા છે.
Today at T2 Delhi Airport, a gentleman in his late 60s had a heart attack in the food court area.
— Rishi Bagree (@rishibagree) July 17, 2024
This lady Doctor revived him in 5 mins.
Super proud of Indian doctors.
Please share this so that she can be acknowledged. pic.twitter.com/pLXBMbWIV4
જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 2માં બની હતી, જ્યાં ફૂડ કોર્ટમાં એક વૃદ્ધ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારપછી એક મહિલા ડોક્ટરે લોકોની ભીડ વચ્ચે બીમાર વ્યક્તિ પાસે પહોંચીને તેનો જીવ બચાવ્યો.












Click it and Unblock the Notifications
