Bizarre : શું તમે તસવીરમાં છુપાયેલું એક વિશાયકાળ ઘર જોયુ?
દુનિયાના સૌથા અજીબ અને અદભૂત ઘરો વિશે જાણકારી મેળવો અહીં.
દરેક વ્યક્તિને જીવનમાં પોતાનું ઘર હોય તેવું સપનું હોય છે. એવું ઘર જેમાં તે ભાગદોડની જીંદગીમાંથી થોડો સમય શાંતિથી પસાર કરી શકે, તમામ સમસ્યાઓને છોડી આરામનો અનુભવ કરી શકે. પરંતુ આપણી આજની ગીચ સોસાયટી અને ઊંચી ઈમારતોના ઘરમાં એવી શાંતિનો અનુભવ થતો નથી. તેથી લોકો શાંતિ મેળવવા માટે થોડો સમય પહાડો, નદીઓ જેવા સ્થળો જ્યાં કુદરતનું સૌંદર્ય છે, ત્યાં ફરવા જતા હોય છે. આપણી આ અજબ-ગજબ દુનિયામાં એવા ઘણા મકાનો-ઘરો છે, જેની આસપાસ કોઈ પ્રદુષણ કે ઘોંઘાટ નથી. આ ઘરો એવી જગ્યાએ આવેલા છે અને એવી રીતે બનાવવામાં આવ્યા છે, જેની તમે કલ્પના પણ ન કરી શકો. આ ઘરો જોઇ તમને થશે કે, લોકો આવી જગ્યાઓએ પણ રહેતા હશે? તો ચાલો આજે તમને આવા ઘરોના સફરે લઈ જઈએ..

યુએસએના ટેક્સાસમાં આવેલુ ડુગઆઉટ હાઉસ
આ ફોટોને એક નજરે જોતાં તમને તેમાં એક નાનો ઘાસનો ટેકરો દેખાશે. પરંતુ ધ્યાનથી જોશો તો તમને જમીનની નીચે ઘર દેખાશે. આ ઘર જમીનથી 6.5 ઈંચ નીચે બનાવવામાં આવ્યુ છે. પહેલી નજરે જોતાં આ ઘર સાધારણ લાગે છે, પણ તે તમામ સાધન સામગ્રીથી સજ્જ છે. ઘરની પાછળની તરફ સ્વિમિંગ પુલ પણ આવેલો છે.

શૉપિંગ મોલ હાઉસ
ચીન સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, ત્યારે આટલી વસ્તીની વચ્ચે શાંતિનો અનુભવ કરાવતા ઘરની શોધ તો વધારે અઘરી બને છે! ચીનનો હુનાન શહેર 4 મિલિયનની વસ્તી ધરાવે છે. ત્યારે આ શહેરના શૉપિંગ મોલની ઉપર કુદરતી વાતાવરણને કુત્રિમ રીતે ઊભું કરવામાં આવ્યું છે. અનેક લોકોની અવર-જવર વચ્ચે આ ઘરમાં લોકો આરામથી રહે છે.

મિર્રક્યુબ હોટેલ
આ ઘર નહીં, પરંતુ એક હેટલ છે, જે સ્વીડનના લેપલેન્ડના જંગલોમાં બનાવવામાં આવી છે. આ હોટલ ઝાડ પર બનાવવામાં આવી છે. તેની દિવાલો સંપુર્ણ કાચની છે, જેથી પ્રવાસીઓને તેમાં રહેવાનો અનેરો આનંદ મળે છે. આ ઉપરાંત તેની દિવાલો પર ઇન્ફ્રારેડ પ્લેટ લગાવેલી હોવાથી પક્ષીઓ પણ તેનાથી દુર રહે છે.

લેબાનના હેરુટ પહાડમાં બનેલુ પેન્ટહાઉસ
જો દુનિયાના સૌથી સુંદર અને સૌથી મોંઘા ઘરોની સૂચિ બનાવવામાં આવે તો આ પેન્ટહાઉસ એ સૂચિમાં પહેલા ક્રમાંકે હશે. આ ઘર પહાડોને ચીરીને બનાવવાની યોજના છે. આ ઘર બનાવવનું કામ હજુ પુરું થયું નથી, આ ફોટો તેના પ્રોજેક્ટનો છે. આ અદભૂત ઘરનો ફોટો ઈન્ટરનેટ પર ખૂબ વાઈરલ થયો હતો.












Click it and Unblock the Notifications
