
એન્જેલીના જેવું દેખાવા માટે કરાવી હતી 50 સર્જરી, હવે આ આરોપમાં ધરપકડ
એન્જેલીના જોલીની જેમ દેખાવા માટે લગભગ 50 સર્જરી કરાવી ચૂકેલી સહર તબરને બદનામીની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે. તેની ઉપર હિંસા ભડકાવવાનો પણ આરોપ મૂકાયો છે. સહર, જે ઈરાનની રહેવાસી છે, તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક પોસ્ટ્સ બાદ ફરિયાદ કરવામાં આવી હતી. તેહરાનના સોશિયલ મીડિયા સ્ટાર સહર તબરે ઈન્સ્ટાગ્રામ પર તેના ચહેરાની તસવીરો પોસ્ટ કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. ત્યારે કેટલાક લોકોએ તેને ઝોમ્બી પણ કહી દીધું હતું.

લગભગ 50 સર્જરી કરાવી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 22 વર્ષીય સહરે ઓસ્કાર વિજેતા એન્જેલીના જોલીની જેમ દેખાવા માટે લગભગ 50 સર્જરી કરાવી હતી. પરંતુ પછી એવા સમાચાર આવ્યા હતા કે આ તસવીરો સહર દ્વારા ફોટો એડિટિંગ અને મેકઅપ બાદ પોસ્ટ કરી હતી. સમાચાર એજન્સી તસનીમના અનુસાર, સહરની ધરપકડ જે આરોપોમાં આરોપોમાં કરવામાં આવી છે તેમાં નિંદા, હિંસા ભડકાવવી, ખોટી રીતે નાણાં કમાવવા અને યુવાનોને ભ્રષ્ટાચાર માટે ઉશ્કેરવાનો સમાવેશ થાય છે. તેહરાનની માર્ગદર્શિકા કોર્ટના આદેશ પર તેની ધરપક્ડ કરવામાં આવી છે. જે સાંસ્કૃતિક ગુના, સામાજિક અને નૈતિક ભ્રષ્ટાચારને લગતા કેસો સાથે સંબંધિત છે.

ખૂબ વધુ એડિટિંગ
તેણે પોતાના 26,800 ફોલોઅર્સ સાથે શેર કરેલા ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ ખુબ વધુ એડિટ કર્યા છે. જેથી તે હોલીવુડની અભિનેત્રી એન્જેલીના જોલીની જેમ દેખાઈ શકે. આ તસવીરોમાં તેના હોઠ પાઉટ શેપ, નાક પોઇન્ટેડ અને ગાલ રેઝર જેવા જોવા મળી રહ્યા છે. જુલાઇમાં આ પહેલા સહરે પહેલી વખત પોતાનો જૂનો ફોટો શેર કર્યો હતો. તેણે સર્જરી વિના અડધી તસ્વીર અને અડધી સર્જરીવાળી તસ્વીર શેર કરી હતી. બાદમાં તેણે સ્વીકાર પણ કર્યો કે તેણે હોઠ, નાક વગેરેની સર્જરી કરાવી હતી. પરંતુ તેનો અદભૂત દેખાવ મેકઅપ અને એડિટિંગને કારણે આવ્યો હતો.

ફોટોશોપ અને મેકઅપ
તેણે કહ્યું હતું કે, 'આ ફોટોશોપ અને મેકઅપ છે. જ્યારે પણ હું કોઈ તસ્વીર પોસ્ટ કરું છું, ત્યારે હું મારા ચહેરાને રમુજી રીતે રંગી લઉ છું. આ પોતાને વ્યક્ત કરવાની એક રીત છે, આ એક પ્રકારની કળા છે. મારા ચાહકો જાણે છે કે આ મારો વાસ્તવિક ચહેરો નથી. હું જોલી જેવી દેખાવાનો વિચાર પણ કરી શકતી નથી. આ ઉપરાંત, હું કાર્ટૂન પાત્ર કોર્પસ બ્રાઈડની જેમ પણ લાગવા માંગતી નથી. '

કોસ્મેટિક સર્જરી એકદમ લોકપ્રિય છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સહર ઘણી વખત તેહરાનના રસ્તાઓ પર માથા પર હિજાબ અને નાક પર સફેદ રંગની બેન્ડેડ સાથે ફરતી જોવા મળી છે. જણાવી દઈએ કે ઇસ્લામિક દેશમાં કોસ્મેટિક સર્જરી ખૂબ પ્રખ્યાત છે. અહીં એક વર્ષમાં તેના હજારો ઓપરેશન થાય છે. ઈરાનમાં ઈન્સ્ટાગ્રામ એકમાત્ર સોશિયલ મીડિયા સેવા ઉપલબ્ધ છે. જ્યારે ફેસબુક, ટ્વિટર અને ટેલિગ્રામ મેસેંજર સેવા પર અહીં આધિકારીક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ટ્રેનમાં એટલી જોરથી હસી મહિલા, હલી ગયું જડબું, મોં રહી ગયું ખુલ્લું