પહેલી પત્ની પ્રેગનન્ટ થતા જ પતિ કરી લે છે બીજા લગ્ન, જાણો ક્યાં જોવા મળે છે આ વિચિત્ર પરંપરા?
ભારત અને વિશ્વમાં વિવિધ પ્રકારની જનજાતિઓ જોવા મળે છે. આ જનજાતિઓ તેમની વિચિત્ર પરંપરાઓને કારણે દુનિયાભરમાં ચર્ચામાં રહે છે. આવી જ એક પરંપરા ભારતના રાજસ્થાનમાં પણ જોવા મળે છે.
હિંદુ ધર્મમાં લગ્નને સૌથી પવિત્ર માનવામાં આવે છે અને હિંદુ ધર્મ અનુસાર એક લગ્નને માન્યતા અપાય છે. જો કે ભારતમાં અહીં પુરૂષો ફરજીયાત બીજા લગ્ન કરે છે. આ લગ્ન માટે પુરુષને તેની પ્રથમ પત્ની અને પરિવારના સભ્યો જ પરવાનગી આપવામાં આવે છે.

પરંપરા અનુસાર, અહીં પતિ તેની પત્ની ગર્ભવતી થતાં જ બીજા લગ્ન કરી લે છે. આ લગ્ન પછી બંને પત્નીઓ એક જ ઘરમાં સાથે રહે છે. આ લોકો માટે આવું કરવાનું એક ખાસ કારણ છે.
આ કારણ એકદમ ચૌકાવનારૂ છે. આ લગ્ન પાણી માટે કરવામાં આવે છે. પાણી માટે જ ગર્ભવતી પત્નીઓ ખુશીથી પોતાના પતિને ફરીથી લગ્ન કરવાની મંજૂરી આપે છે. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ચાલી આવતી આ પરંપરાની દેશ વિદેશમાં ચર્ચા થાય છે.
રાજસ્થાનના બાડમેર જિલ્લાના દેરાસર ગામની આ વિચિત્ર પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ ગામમાં જ્યારે પણ કોઈ પત્ની ગર્ભવતી થાય છે ત્યારે તેનો પતિ બીજા લગ્ન કરે છે. આ વિસ્તારમાં પાણીની ઘણી અછત છે. આ સ્થિતિમાં મહિલાઓને પાણી લેવા માટે દૂર દૂર જવું પડે છે. પરંતુ જ્યારે કોઈ મહિલા ગર્ભવતી બને છે ત્યારે તે પાણી લેવા માટે દૂર જઈ શકતી નથી. તેથી જ તેના પતિએ ફરીથી લગ્ન કરવા પડે છે.
અહીં પીવાના પાણીની અછત છે. માત્ર મહિલાઓ જ પાણી લેવા માટે દૂર દૂર સુધી જાય છે. પરંતુ જ્યારે કોઈ મહિલા ગર્ભવતી થાય છે ત્યારે તેના માટે પાણી લાવવું ખૂબ મુશ્કેલ બની જાય છે અને પુરૂષોએ ફરીથી લગ્ન કરવા પડે છે. જેથી ઘરમાં પાણીની અછત ન રહે અને ગર્ભવતી પત્ની ઘરમાં આરામથી રહી શકે.












Click it and Unblock the Notifications
