અહીં કપડા પહેર્યા વગર જ થાય છે મોટા રાજનીતિક નિર્યણો, જાણો શું છે સૉના ડિપ્લોમસી?

ફિનલેન્ડના લોકો આ પરંપરાને તેમની સંસ્કૃતિનો ભાગ માને છે. સૉના બાથને સોફ્ટ ડિપ્લોમેટિક ટૂલના ઉપયોગ પર ઘણા સંશોધનો પણ કરવામાં આવ્યા છે. આ પરંપરાનો ઉપયોગ કરીનો મોટી રાજનીતિક સમસ્યાઓના હલ શોધાય છે.

દુનિયામાં રાજનીતિક નિર્ણયોને અંજામ સુધી પહોંચાડવા માટે વિવિધ રીતો અજમાવવામાં આવે છે. બેઠકોથી લઈને ડિનર સુધીની ડિપ્લોમસીની વાત તમે સાંભળી હશે પરંતુ આજે અમે તમને જે ડિપ્લોમસીની વાત જણાવવા જઈ રહ્યા છીએ તેના વિશે તમે નહીં જ જાણતા હોય. ફિનલેન્ડમાં કુટનીતિ માટે સૉના બાથ એટલે કે સૉના ડિપ્લોમસીનો આશરો લેવામાં આવે છે.

શું છે સૉના ડિપ્લોમસી?

શું છે સૉના ડિપ્લોમસી?

ફિનલેન્ડમાં રાજનીતિક કુટનીતિ માટે એક અલગ પ્રકારની ડિપ્લોમસીનો સહારો લેવામાં આવે છે. આ પરંપરા ફિનલેન્ડ સિવાય કેટલાક દેશોમાં જોવા મળે છે. અહીં વિદેશી મહેમાનો સાથે નેકેટ બાથ લેવાની પરંપરા છે. ફિનલેન્ડના નેતાઓ રાજદ્વારી સદીઓથી આંતરરાષ્ટ્રીય નીતિઓ વિશે ચર્ચા કરવા અને ગંભીર સમસ્યાઓના નિરાકરણ માટે સૉના ડિપ્લોમસીનો સહારો લે છે.

આ પરંપરા સંસ્કૃતિનો ભાગ છે.

આ પરંપરા સંસ્કૃતિનો ભાગ છે.

ફિનલેન્ડના લોકો આ પરંપરાને તેમની સંસ્કૃતિનો ભાગ માને છે. સૉના બાથને સોફ્ટ ડિપ્લોમેટિક ટૂલના ઉપયોગ પર ઘણા સંશોધનો પણ કરવામાં આવ્યા છે. આ પરંપરાનો ઉપયોગ કરીનો મોટી રાજનીતિક સમસ્યાઓના હલ શોધાય છે.

વિદેશી મહેમાનો સાથે સૉના બાથ કરાય છે

વિદેશી મહેમાનો સાથે સૉના બાથ કરાય છે

ફિનલેન્ડમાં આ એ દરેક વિદેશી મહેમાનો માટે કરાય છે જેને ઓછા કપડામાં બાથ હાઉસમાં જવામાં કોઈ વાંધો ન હોય. અહીં હાઈ ટેમ્પરેચર વચ્ચે પરસેવાથી નહાતા રાજનીતિની મહત્વની બાબતો નક્કી કરાય છે. આ ખાસ બાથ દરમિયાન સારા વાઇન અને ફળો અને વચ્ચે ફિનલેન્ડની પ્રખ્યાત ચોકલેટની પણ વ્યવસ્થા કરાય છે.

વિદેશી મહેમાનોને આમંત્રણ અપાય છે

વિદેશી મહેમાનોને આમંત્રણ અપાય છે

ફિનલેન્ડ આવનારા વિદેશી રાજનેતા પહેલા એકબીજા સાથે ઔપચારિક પરિચય કેળવે છે. ત્યારબાદ વાતચીતમાં નક્કી થાય છે કે કોણ બાથ હાઉસમાં જવા તૈયાર છે? આ પછી એકસાથે બાથમાં જાય છે. સૉના બાથ દરમિયાન ધીમી લાઈટમાં મનને આરામ મળે છે. રાજનેતા સિવાય તેમની પત્નીઓ પણ અલગથી સૉના બાથ કરે છે.

સૉના બાથથી આત્મિયતા વધે છે

સૉના બાથથી આત્મિયતા વધે છે

માન્યતા અનુસાર, સૉના બાથથી આત્મિયતા વધે છે. કપડાં સાથે ભેદભાવ પણ ઓછા થાય છે. મન હળવું થવાથી પરસ્પર વિશ્વાસ વધે છે અને મુશ્કેલ રાજકીય નિર્ણયો લેવાનું સરળ બને છે.

10મી સદીમાં આ પરંપરા શરૂ થઈ

10મી સદીમાં આ પરંપરા શરૂ થઈ

ફિનલેન્ડ સહિત સૉના બાથ કલ્ચર ધરાવતા દેશોમાં ખૂબ જ ઠંડી પડે છે. શિયાળામાં તાપમાન માઈનસ 20 ડીગ્રીથી નીચે જાય છે. અહીં 10મી સદીમાં આ પરંપરા શરૂ થઈ અને હજુ ચાલી રહી છે. અહીં જુના અવશેષો પણ આ વાતની સાક્ષી પુરે છે.

પંરપરાને આધ્યાત્મિકતા સાથે પણ જોડવામાં આવી છે

પંરપરાને આધ્યાત્મિકતા સાથે પણ જોડવામાં આવી છે

15મી સદીથી 20મી સદીની શરૂઆત સુધીમાં આ પંરપરાને આધ્યાત્મિકતા સાથે જોડવામાં આવી. લોકો કલાકો સુધી ગરમ વરાળ વચ્ચે મૌન રહેતા. અહીં દારૂ અને અવાજ પ્રતિબંધિત હતા. સમય જતાં સૌના સાધનો આધુનિક થતા ગયા. જો કે મોટાભાગના બાથ હાઉસ હજુ પણ ઘણા નિયમો જાળવી રાખે છે. આજે તે ગૌરવ બતાવવા માટે ઉપયોગ કરે છે. ડિપ્લોમસી સિવાય ફિનલેન્ડના લોકો સામાન્ય મૂળ લોકો સાથે પણ આ સંસ્કૃતિનો ભાગ બનવાનું પસંદ કરે છે.

21મી સદીમાં રાજનીતિ માટે ઉપયોગ થવા લાગ્યો

21મી સદીમાં રાજનીતિ માટે ઉપયોગ થવા લાગ્યો

21મી સદી આવતા આ સંસ્કૃતિનો ઉપયોગ રાજકીય નિર્ણયો અને રાજદ્વારી હિતોને અનુસરવા માટે કરાવા લાગ્યો. આ પંરપરાને લઈને ભુતકાળમાં વિવાદ પણ થઈ ચુક્યા છે. એક વખત બ્રિટનના નેતાઓને આમંત્રણ અપાતા વિવાદ થયો હતો.

સૉના બાથના ઘણા ફાયદા છે

સૉના બાથના ઘણા ફાયદા છે

સૉના બાથ સાથે રૂમમાં રહેવાથી શરીરમાં સતત પરસેવો થાય છે તેનાથી ઘણા ફાયદા થાય છે. આનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. સ્નાયુનો દુખાવો દૂર થાય છે. માનસિક રોગોમાં પણ ફાયદો થાય છે. ઘણા લોકો વજન ઘટાડવા અથવા બ્યુટી થેરાપી માટે પણ સૉના બાથનો સહારો લે છે. ફિનલેન્ડમાં સેટર ડે સૉના દરમિયાન પરિવાર અથવા ઓફિસના સાથીઓ સાથે સૉના બાથ લે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X