સ્વામી ઓમને લાઇવ શોમાં પડ્યા થપ્પડ, વાયરલ થયો વીડિયો

Written By:
Subscribe to Oneindia News

બિગ બોસ સિઝન 10માંથી પોતાના કારસ્તાનોને કારણે બહાર નીકળેલા સ્વામી ઓમ ફરી એકવાર સમાચારોમાં છવાયેલાં છે. પોતાને સ્વામી ગણાવતા આ ધૂની બાબાએ લાઇવ શો દરમિયાન એક મહિલા પર અપશબ્દોની વર્ષા કરી હતી, જે પછી તેમને થપ્પડ ખાવાનો વારો આવ્યો હતો. ત્યાં હાજર લોકોએ સ્વામી ઓમની ખૂબ પિટાઇ કરી હતી અને સાથે શો ના હોસ્ટને પણ ફટકાર પડી હતી. સ્વામી ઓમ એક ચેનલના ટોક શોમાં ભાગ લેવા પહોંચ્યા હતા અને ત્યાં વાતચીતની જગ્યાએ મારામારી કરીને પાછા ફર્યા હતા.

om swami

આ શો દરમિયાન દર્શકોમાં બેઠેલી એક મહિલાએ તેમને સવાલ કર્યો હતો, જેના જવાબમાં સ્વામી ઓમે તે મહિલા સાથે ગેરવર્તણૂક કરી હતી અને અપશબ્દો પણ કહ્યા હતા. શોના હોસ્ટે સ્વામી ઓમને રોકવાના ખૂબ પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેઓ પોતાની આદત અનુસાર ચૂપ ન રહી શક્યા. શોમાં સહભાગી થવા આવેલા અન્ય એક ધાર્મિક ગુરૂએ પણ તેમને રોકવાની કોશિશ કરી હતી, પરંતુ સ્વામી ઓમ સાથે આવેલા એક ચેલાએ એ ધાર્મિક ગુરૂને રોકી દીધા. જે પછી બંન્ને વચ્ચે મારપીટ શરૂ થઇ ગઇ હતી.

જો કે, આ પહેલી વાર નથી જ્યારે સ્વામી ઓમે લાઇવ શોમાં નાટક કર્યું હોય. આ પહેલા પણ એક શોમાં તેમણે એન્કર સાથે ગેરવર્તણૂક કરી હતી અને તેના મોઢા પર પાણી ફેંક્યુ હતું. જ્યારે લોકોએ તેમને રોકવાની કોશિશ કરી તો એ રડવા લાગ્યા હતા.
ઓમ સ્વામીના નાટકનો વાયરલ વિડીયો જુઓ અહીં..

English summary
Bigg Boss 10 contestant Om Swami abuses women, indulges in brawl with panel members on the live show.
Please Wait while comments are loading...