For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'Hey' લખવા પર બૉસને લાગી ગયુ ખોટુ, લિસ્ટ આપીને કહ્યુ - ક્યારેય આ શબ્દોથી બોલાવતો નહિ, તમે પણ વાંચો

જો તમે તમારા બોસને હાય, હેલો કહીને સંબોધિત કરો છો તો જરા સમજી લો કે તમારા બૉસને ખરાબ લાગી જશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જો તમે તમારા બોસને હાય, હેલો કહીને સંબોધિત કરો છો તો જરા સમજી લો કે તમારા બૉસને ખરાબ લાગી જશે. એક રેડિટ યુઝરે તેના બૉસ સાથે કરેલી વાતચીતની ચેટ શેર કરી છે. જેમાં બૉસને તેણે 'Hey' કહીને સંબોધવા બદલ ખરાબ લાગ્યુ છે. યુઝરે આ વાતચીતનો સ્ક્રીન શૉટ શેર કર્યો છે જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

'Hey' લખવા પર ઝાટક્યો

'Hey' લખવા પર ઝાટક્યો

શ્રેયસ નામના યુઝરે ચેટનો એક સ્ક્રીન શૉટ શેર કર્યો છે. જેમાં બૉસને 'Hey' લખીને સંબોધતા તેને ઝાટકી નાખવામાં આવ્યો. વાયરલ થઈ રહેલા સ્ક્રીન શૉટને જોઈને જાણવા મળે છે કે શ્રેયસને તેના યૂઝર દ્વારા ટેસ્ટ સબમિટ કરવા વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં શ્રેયસે કહ્યુ, 'અરે, ના, હમણા નહીં'.

'Hey' કહેવા પર બૉસ થઈ ગયા હર્ટ

'Hey' કહેવા પર બૉસ થઈ ગયા હર્ટ

વાતચીત દરમિયાન જુનિયર કર્મચારીએ 'હે' કહી દેતા બૉસને દુઃખ થયુ અને તેણે શ્રેયસને લાંબુ લેક્ચર આપી દીધુ. પોસ્ટ અનુસાર બૉસે જવાબ આપ્યો, મહેરબાની કરીને Hey' શબ્દનો ઉપયોગ કરશો નહીં. એ મારા માટે અપમાનજનક છે. જો તમને મારુ નામ યાદ ના હોય તો તો સરળ 'Hi' નો ઉપયોગ કરો.'

આપી દીધુ સીનિયરને ન બોલાતા શબ્દોનુ લિસ્ટ

આપી દીધુ સીનિયરને ન બોલાતા શબ્દોનુ લિસ્ટ

બૉસ આટલેથી જ અટક્યા નહિ અને પ્રોફેશનલ વાતચીતમાં ક્યારેય તેનો ઉપયોગ ન કરવા સૂચના આપી હતી. બાય ધ વે, તમને જાણીને નવાઈ લાગશે કે બૉસ દ્વારા આપવામાં આવેલા શબ્દોમાં હેલો પણ છે જેનો ઉપયોગ આપણે રોજિંદી વાતચીતમાં કરીએ છીએ. બૉસે તેને અનપ્રોફેશનલ ગણાવ્યુ છે.

કર્મચારીએ કહ્યુ - આ વૉટ્સએપ છે

કર્મચારીએ કહ્યુ - આ વૉટ્સએપ છે

શ્રેયસે પણ બૉસના કહેવા પર પોતાનો બચાવ કર્યો અને કહ્યુ 'ઠીક છે, મને લાગ્યુ કે આપણે વૉટ્સએપ પર વાત કરી રહ્યા છીએ, લિંક્ડઈન કે મેઈલ પર નહીં. હું ફક્ત કેઝ્યુઅલ બની રહ્યો હતો કારણ કે તમે મારા પર્સનલ નંબર પર મેસેજ કરી રહ્યા છો. અને હા, એક પ્રોફેશનલ હોવાને કારણે હું દુઃખી થનાર નથી.'

આ બૉસને વૉટ્સએપ પણ પર્સનલ નથી લાગતુ

આ બૉસને વૉટ્સએપ પણ પર્સનલ નથી લાગતુ

આ પછી બોસે ફરીથી જવાબ આપ્યો અને કહ્યુ કે, 'વૉટ્સએપ પર્સનલ સ્પેસ નથી.' આના માટે કહ્યુ કે વૉટ્સએપનો ઉપયોગ હવે બિઝનેસ માટે પણ થાય છે. બૉસે આગળ કહ્યુ કે હું મારી વિચારધારા તમારા પર થોપતો નથી. જો તમે આ સમજો તો સારુ છે નહીં તો પછી તમે આગળ જઈને સમજી શકશો.

English summary
Boss got offensive when employee addressed him 'hey' on whatsapp message
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X