For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પતિ-પત્ની ઊંઘી રહ્યાં હતાં, બિલાડીઓએ બચાવ્યા બંનેના જીવ

પતિ-પત્ની ઊંઘી રહ્યાં હતાં, બિલાડીઓએ બચાવ્યા બંનેના જીવ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાલતુ બિલાડીઓએ એક દંપત્તિનો જીવ બચાવ્યો, કઈ રીતે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. થયું હતું એવું કે પતિ-પત્ની પોતાના ઘરમાં ઊંઘી રહ્યાં હતાં આ દરમિયાન ભૂસ્ખનન થવા લાગ્યું. દંપત્તિ ઘોર ઊંઘમાં હતાં અને તેમને આ ઘટનાનો ખ્યાલ જ ન આવ્યો. પરંતુ તેમના ઘરમાં રહેલ બિલાડીઓ જોર જોરથી અવાજ કરવા લાગી. આ બિલાડીઓનો ડેકારો સાંભળી દંપત્તિની ઊંઘ ઉડી ત્યારે તેમની હાલત ખરાબ થઈ ગઈ. તેઓ તરત જ સુરક્ષિત સ્થળે રવાના થઈ ગયા. આવી રીતે બિલાડીએ આ દંપત્તિનો જીવ બચાવી લીધો.

ઈટલીનો મામલો

ઈટલીનો મામલો

આ સમગ્ર મામલો ઈટલીનો છે, જ્યાં બિલાડીઓને કારણે એક દંપત્તિનો જીવ માંડ માંડ બચ્યો. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈટલીમાં ભૂસ્ખલન દરમિયાન આ દંપત્તિ પોતાના ઘરે ઊંઘ્યું હતું. આ દરમિયાન માલૂમ પડ્યું કે તેમનું ઘર પણ ભૂસ્ખલનની લપેટમાં આવી ગયું છે, પરંતુ આ દરમિયાન તેમની પાલતુ બિલાડીઓને કારણે તેમની ઊંઘ ઊડી ગઈ અને તેમનો જીવ બચી ગયો.

ઘોંઘાટ કરી મહિલાને જગાડી

ઘોંઘાટ કરી મહિલાને જગાડી

ક્લૉદિયો પિયાનાએ 'સેકોલો XIX' સમાચાર પત્રને જણાવ્યું કે અમારી બિલાડીઓ સિંબા અને મોસાએ ઘોંઘાટ મચાવી મારી પત્નીને જગાડી દીધી. જેવી જ મારી પત્નીની ઉંઘ ઊડી અને તેણે જોયું કે છત પરથી પ્લાસ્ટર પડી ગયું હતું, જેના ટુકડાથી બિલાડીઓ રમી રહી હતી. આ દરમિયાન તેની નજર ઘરની દિવાલો પર પડી, જેમાં તિરાડો પડી ગઈ હતી. તરત જ તેણે મને જગાડ્યો અને પછી અમે ઘરેથી બહાર નિકળી સુરક્ષિત સ્થળે જવા લાગ્યા પરંતુ અમારી કાર કીચડમાં ફસાઈ ગઈ, જો કે બચાવ દળે અમારી કાર બચાવી લીધી.

ભૂસ્ખલન

ભૂસ્ખલન

જાણકારી મુજબ ઘટના ઈટલીના લિંગુરિયા ક્ષેત્રની છે જ્યાં ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે. આ કારણે જ વિસ્તારમાં ભૂસ્ખલન શરૂ થઈ ગયું અને એક પુલ પણ તણાઈ ગયો છે. પિયાના અને તેની પત્ની સબરીના સોમવારે રાત્રે કેમ્પો લીગરમાં પોતાના ઘર પર ઊંઘી રહ્યા હતા ત્યારે આ ઘટના બની.

મમ્મીને ફરાવવા માટે નોકરી છોડી, સ્કૂટરથી 48100 કિમીનો સફર ખેડ્યોમમ્મીને ફરાવવા માટે નોકરી છોડી, સ્કૂટરથી 48100 કિમીનો સફર ખેડ્યો

English summary
cats saved husband and wife from landslide
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X