For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખા પરિવારનું વજન એકસાથે ઘટ્યું, જાણો કઇ રીતે?

નવા વર્ષની શરૂઆતમાં લોકો ઘણા નિયમો બનાવતા હોય છે. ઘણા લોકો પોતાના વધતા વજનને ઘટાડવા માટે અવનવા તુક્કા અજમાવતા હોય છે. ચીનના પરિવારે આ બાબતને લીધી અત્યંત ગંભીરતાથી. આ અંગે વધુ વાંચો અહીં.

By Kajal
|
Google Oneindia Gujarati News

નવા વર્ષની શરૂઆતમાં લોકો ઘણા નિયમો બનાવતા હોય છે અથવા તો નવા વર્ષની ઉજવણી સુધીમાં નક્કી કરેલા લક્ષ્યે પહોંચવા માંગતા હોય છે. આજની પેઢીની સૌથી મોટી સમસ્યા વજન વધારો છે. ઘણા લોકો પોતાના વધતા વજનને ઘટાડવા માટે અવનવા તુક્કા અજમાવતા હોય છે. ક્યારેક તેઓ તેમાં સફળ થાય છે તો ક્યારેક તે નિયમોને તોડી પણ નાખે છે. પરંતુ ચીનના એક પરિવારે પોતાના વધેલા વજનની વાતને ઘણી જ ગંભીરતાથી લીધી. માત્ર એક-બે વ્યક્તિએ નહીં, પરંતુ 6 મહિનામાં પરિવારના બધા વ્યક્તિએ પોતાનું વધેલુ વજન ઘટાડી નાખ્યું હતું.

પરિવારને આપી પ્રેરણા

પરિવારને આપી પ્રેરણા

32 વર્ષના ફોટોગ્રાફર જેશને લાગ્યું કે, તેનું અને તેના પરિવારના સભ્યોનું વજન વધારે છે. સૌ પ્રથમ તેણે પરિવારના સભ્યોને વજન વધારા વિશેની વાત જણાવી અને પછી તેને ઘટાડવાની પ્રેરણા પણ આપી. જેશની પત્નીને બાળક આવ્યા બાદ તેનું વજન પણ ઘણું વધી ગયુ હતું. તેણે તેની પત્નીને પણ વજન ઘટાડવા માટે મોટીવેટ કરી.

જેશના પિતાનું પણ ઘટ્યુ વજન

જેશના પિતાનું પણ ઘટ્યુ વજન

જેશના પિતાને દારૂ પીવાની ખરાબ આદત હતી. જેશે તેમને લાઇફ સ્ટાઇલ ચેન્જ કરવા કહ્યું અને 6 મહિનાની મહેનત બાદ તેના પિતાનું પણ વજન ઘટી ગયુ હતું. જેશના આ કામમાં તેના પિતાએ પણ પોતાની આદતો બદલી હતી અને સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને કડકપણે નિયમોનું પાલન પણ કર્યુ હતું.

બ્રિસ્ક વોકિંગથી શરૂઆત

બ્રિસ્ક વોકિંગથી શરૂઆત

વજન ઘટાડવા માટે તેઓ પોતાની લાઇફસ્ટાલમાં ફેરફાર કરવાની સાથે ધીરે ધીરે કસરત પણ કરતા થયા હતા. સૌ પ્રથમ તેઓએ બ્રિસ્ક વોકિંગ કરવાનું શરૂ કર્યું. એ બાદ જોગિંગ અને પછી તો જીમમાં પણ જતા થયા. પરિવારે 10 માર્ચથી 30 સપ્ટેમ્બર સુધી આ કસરતો કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો પરંતુ તેઓ માટે હવે એ રોજની આદત બની ગઈ છે.

આગળના પ્લાન નક્કી કરવા

આગળના પ્લાન નક્કી કરવા

પરિવારના લોકો દર દસ દિવસે પોતાનું વજન કરતા હતા અને કેટલા પ્રમાણમાં સુધારો આવ્યો તે ચકાસતા હતા. એ બાદ તેની આગળની કસરતો વિશે પ્લાન કરતા હતા. અંતે તેમની મહેનત રંગ લાવી અને 6 મહિના પછી પરિવારના દરેક સભ્યનું વધેલુ વજન ઉતરી ગયું હતું. આ ફોટોઝ પણ જેશે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા. આ પરથી આપણને પણ ખ્યાલ આવે છે કે, જેશ અને તેના પરિવારના સભ્યનું કેટલું વજન ઉતરી ગયુ છે.

English summary
Losing weight is not always as difficult as it may seem at first. But motivation from your friends and family can help you in achieving the desired results. Something similar happened with this 32-year-old Chinese photographer, Jesse.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X