દુનિયાના આ દેશોમાં સૌથી વધુ વેચાય છે કોન્ડોમ, જાણો કેમ?
દુનિયાના મોટાભાગના દેશોમાં સરકાર તેના નાગરીકોને કોન્ડોમના ઉપયોગ કરવા માટે પ્રેરિત કરે છે. ઘણા દેશોમાં સરકાર નાગરીકોને કોન્ડોમ મફત પણ આપે છે. આ તો થઈ વિતરણની વાત પરંતુ તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધુ કોન્ડોમ ક્યાં દેશમાં વપરાય છે?
તમે જાણો છો કે કયા દેશમાં કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે અને કોન્ડોમના ઉપયોગમાં કયા દેશનું નામ સૌથી ઉપર છે? આ સાથે આજે અમે તમને એ પણ જણાવવાના છીએ કે કોન્ડોમના ઉપયોગમાં ભારત ક્યાં છે?

કયા દેશમાં કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ થાય છે તે બાબતે સ્પષ્ટ જવાબ આપવો એ મુશ્કેલ છે. એક સર્વે અનુસાર, બ્રાઝિલ કોન્ડોમના ઉપયોગમાં સૌથી આગળ છે અને ત્યાંના 65 ટકા લોકો કોન્ડોમનો ઉપયોગ કરી રહ્યા છે. આ પછી દક્ષિણ આફ્રિકા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા જેવા દેશોના નામ સામેલ છે.
વેચાણના ડેટા પર નજર કરીએ તો, ચીનમાં સૌથી વધુ કોન્ડોમ વેચાય છે. વધુ વસ્તીને કારણે ચીનમાં વિશ્વના સૌથી વધુ કોન્ડોમનું સૌથી વધુ વેચાણ થાય છે. અહેવાલો અનુસાર, 2020માં ચીનમાં લગભગ 2.3 બિલિયન યુનિટ કોન્ડોમનું વેચાણ થયું હતું.
ચીન બાદ યુએસએ કોન્ડોમ માટેના સૌથી મોટા બજારોમાંનું એક છે અને દર વર્ષે લગભગ 400 મિલિયન યુનિટનું વેચાણ કરે છે. ત્યારબાદ જાપાનમાં 2020માં કોન્ડોમનું વેચાણ 425 મિલિયન યુનિટ પર હતું.
ભારતમાં કોન્ડોમનો ઉપયોગ કરતા લોકોની ટકાવારી ઓછી છે પરંતુ વસ્તીના કારણે ભારતમાં કોન્ડોમનું બજાર પણ ઘણું મોટું છે. અહેવાલો અનુસાર, 2020માં ભારતમાં કોન્ડોમનું બજાર આશરે 180 મિલિયન ડોલર હોવાનો અંદાજ હતો. આવી સ્થિતિમાં એવું કહી શકાય કે ભારતમાં પણ કોન્ડોમનું વેચાણ વધ્યું છે.












Click it and Unblock the Notifications
