સોનાનું ટોયલેટ પેપર, હિરાનો બાથટબ, સુપર રીચ લોકોની સુપર રીચ વાતો

નાનપણમાં એક વાર્તા વાંચી હતી. એક માણસને પારસમણિ મળી જાય છે. આ પારસમણિના જે પણ વસ્તુને અડે તે સોનાની થઇ જાય. આવું જ કંઇક પારસમણિ આવા સુપર રીચ લોકો પાસે પણ કદાચ છે! માટે જ તો તેમની નાની મોટી વસ્તુઓ પણ સોના, હિરા, ચાંદીથી બનેલી હોય છે. હવે તમારી પાસે અઢળક પૈસા હોય અને તમારા પૈસાની કોઇ સીમા જ ના હોય તો તમે શું કરો!

બસ આ જ કારણે આ સુપર રિચ લોકોએ તેમના ટોયલેટ પેપરને પણ સોનાનું બનાવી દીધુ છે. ત્યારે આવા જ કેટલાક સુપર રીચ લોકોના સુપર રીચ શોખ અને તેમના અજીબો ગરીબ શોખની તસવીરો અને તેની કિંમત આજે અમે તમને જણાવાના છીએ. તો વાંચો આ આર્ટીકલ અને જુઓ કેવા કેવા અજીબો ગરીબ શોખ લોકો પાણી રાખે છે...

સોના હિરાની મોટરસાયકલ

સોના હિરાની મોટરસાયકલ

આ દુનિયાની સૌથી મોંધી બાઇટ હોઇ શકે તે વાતમાં કોઇ નવાઇ નથી કારણ કે તેને કિંમત છે 850,000 ડોલર. વળી તે 24 કેરેટ ગોલ્ડથી કવર છે અને આખી બાઇક પર 250 જેટલા હિરા જડવામાં આવ્યા છે. તે પણ સેવન કેરેટના હિરા. અધૂરામાં પૂરું આ બાઇકની સીટ મગરની ચામડીમાં બનાવવામાં આવી છે.

સોનાનું સર્ફબોર્ડ!

સોનાનું સર્ફબોર્ડ!

આ છે દુનિયાનું સૌથી મોંધુ સર્ફબોર્ડ. તે દુર્લભ લાકડા અને 23 કેરેટ સોનાના સિંહની થીમ સાથે કોતરવામાં આવ્યું છે. તેની કિંમત 1.3 મિલિયન ડોલર છે. જો કે તેના માલિકની ઓળખ રહસ્ય રાખવામાં આવી છે.

સોનાનું શર્ટ

સોનાનું શર્ટ

સોનાની વાત આવે અને ભારતનું નામ ન આવે તેવું બને. દત્તા ફુગે જે ભારતના ગોલ્ડ મેન તરીકે ફેમસ છે તેમણે પોતાના માટે આ સોનાનું શર્ટ બનાવ્યું છે. 15 દિવસની ભારે મહેનત બાદ આ શર્ટ બન્યું છે.

સોનાનું ટાયલેટ પેપર

સોનાનું ટાયલેટ પેપર

તમે માનશો નહીં પણ પૈસાદાર લોકો તેમની ગાંડ સાફ કરવા માટે પણ સોનાના ટાયલેટ પેપર વાપરે છે! આવા ત્રણ પેપર રોલની કિંમત છે 1.3 મિલિયન અને તે 22 કેરેટ ગોલ્ડમાંથી બનાવવામાં આવે છે. અને આ ટોયલેટ પેપરની ખાસયિત તે છે કે તમે તેને જ્યારે વાપરો ત્યારે તેમાં રહેલું સોનું નીચે પડી જાય છે.

એલવિસ પ્રેસલીના વાળ

એલવિસ પ્રેસલીના વાળ

જો તમે ડાયહાર્ડ એલવિસ ફેન હોવ તો તમને ખબર હશે કે એલવિસ તેના માથા પર ફુગ્ગાવાળી હેરસ્ટાઇલ માટે પ્રખ્યાત હતો અને આ ફુગ્ગાના વાળ પણ હાલમાં 115,000 ડોલરમાં વેચાયા હતા.

ક્રિસ્ટલ બાથટબ

ક્રિસ્ટલ બાથટબ

આ ક્રિસ્ટલ બાથટબની કિંમત છે 227,955 ડોલર. વળીને હિરા જેવા આકાર સિવાય, ગોલ્ડ, બ્લુ અને ગ્રીન કલરના ક્રિસ્ટલમાં પણ આવે છે. અને જે લોકોની જોડે બહુ પૈસો છે તે હિરાજડિત બાથડબમાં નાહવાની મઝા માણી શકે છે.

ગોલ્ડન માઉસ

ગોલ્ડન માઉસ

આ છે સોનાનું બનેલું માઉસ. જેની કિંમત છે 36, 835 ડોલર. સાથે જ તે યુએસબી અનેબલ મશીન છે જે સોનાથી બનેલું છે. જો કે તેમ છતાં તે કામ તો સામાન્ય માઉસની જેમ જ કરે છે!!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X