અહીં પુરા ટોઈલેટની થઈ રહી છે ચોરી, ગેંગ બનાવી થાય છે લૂંટ
સામાન્ય રીતે ચોરી કે લૂંટ કરતા લોકો કોઈ કિંમતી વસ્તુઓને પોતાનો ટાર્ગેટ બનાવતા હોય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે યુકેમાં ચોર પુરા ટોઈલેટની ચોરી કરી રહ્યા છે.
હાલ સોશિયલ મીડિયા પર યુકેની આ ઘટનાની ખુબ ચર્ચા થઈ રહી છે. અહીં ચોરો ટોળકીમાં આલે છે અને આખા શૌચાલયની ચોરી કરીને ફરાર થઈ જાય છે.

અહેવાલો અનુસાર, યુનાઈટેડ કિંગડમમાં માફિયા દેશભરમાં અલગ-અલગ જગ્યાએ જઈને લોકોની સુવિધા માટે બનાવેલા પોર્ટેબલ ટોઈલેટને લૂંટી રહ્યા છે. અહીં પોર્ટેબલ કે મોબાઈલ ટોઈલેટની અછત છે અને ટોળકી સંગઠિત રીતે ટોઈલેટની ચોરી કરીને વેચી રહી છે.
ચોર ટોળકી બનાવીને સંગઠિત રીતે આવે છે અને બહાર સ્થાપિત પોર્ટેબલ ટોયલેટની આખી કેબીન લઈને ફરાર થઈ જાય છે. આ મહિનામાં જ આઉટડોર લોકેશનમાંથી 40 જેટલા નવા ટોયલેટ ગાયહ થયા છે. તેની કિંમત ઓછામાં ઓછી 40 લાખ રૂપિયા આસપાસ થાય છે.
થ્રી કાઉન્ટીઝ ટોઈલેટ હાયરના નીલ ગ્રિફીને જણાવ્યુ કે, એકવાર ચોરાયેલ ટોઈલેટ પુનઃપ્રાપ્ત થઈ જાય તે અશક્ય છે. પોલીસ અલગ-અલગ જગ્યાએથી આવી રીતે ટોઇલેટ ક્યુબિકલની ચોરીના બનાવો નોંધી રહી છે. હવે તે તેમના પર નિશાનો લગાવવાની અપીલ કરી રહી છે, જેથી ચોરી થયેલા શૌચાલયની ઓળખ કરી શકાય.
આ રીતે ચોરી કર્યા પછી ચોર તેને eBay અને Gumtree નામની સાઇટ્સ પર વેચી રહ્યા છે. ત્યાં તેમની કિંમત 50 હજાર રૂપિયા આસપાસ હોય છે. માલિકોને લાગે છે કે પોલીસ તેમની વાતને ગંભીરતાથી લઈ રહી નથી પરંતુ તેમના માટે નુકસાનની ભરપાઈ કરવી સરળ નથી. મોટી સંખ્યામાં શૌચાલયની ચોરી થતી હોવાથી તેની અછત વધુ વધી રહી છે.












Click it and Unblock the Notifications
