Fake Relationship : આ ઈશારા દર્શાવે છે કે તમે એક ફેક રિલેશનશીપમાં છો, આજે જ જાણી લો
રિલેશનશીપમાં બન્ને પાર્ટનર વચ્ચે પ્રેમની સાથે એકબીજા પર વિશ્વાસ હોવો જરૂરી છે. એક સાચી રિલેશનશીપમાં બન્ને પાર્ટનર સંબંધ માટે ભોગ આપે છે. જો કે આજે ફેક રિલેશનશીપનો સમય છે. કોઈપણ એક પાર્ટનર એવા એક વ્યક્તિના પ્રેમમાં હોય છે જે હકિકતમાં એવો છે જ નહીં.
આ પ્રકારની ફેક રિલેશનશીપ ખતરનાક છે. આજે અમે તમને કેટલાક એવા સંકેતોને જણાવવાના છીએ જે જણાવશે કે તમે એક ફેક રિલેશનશીપમાં છો.

વધારે પડતો દેખાડો કરવો
ફેક રિલેશનશીપમાં એક પાર્ટનર વધારે પડતો દેખાડો કરતો નજર આવે છે. એ તમને એવુ ફીલ કરાવે છે કે તે સાથે નહીં હોય તો તમે નહીં જીવી શકો. સામાન્ય કપલ પણ આવુ કરે છે પરંતુ તેમની રિલેશનશીપમાં દેખાડો નથી હોતો. દેખાડા વાળી રિલેશનશીપ ફેક હોઈ શકે છે.
તકલીફ આપતા પણ ન અચકાય
સાચા પ્રેમમાં બલિદાનનો મહિમા છે ફેક રિલેશનશીપમાં આવુ કંઈ નથી જોવા મળતુ. ફેક રિલેશનશીપમાં વ્યક્તિ પોતાના પાર્ટનરને ખરાબ હાલતમાં છોડીને ભાગી શકે છે. નકલી પ્રેમ તેના પાર્ટનરને નુકસાન પણ પહોંચાડી શકે છે. આવા સંબંધમાં ફાયદો જોવાય છે પરંતુ પાર્ટનરનું નુકસાન નહીં.
ફાયદા માટે વાતચીત
ફેક લવમાં પાર્ટનર તમારી સાથે ત્યારે જ વાત કરે છે જ્યારે તેને કોઈ વસ્તુની જરૂર હોય છે અથવા તો તેની ઈચ્છા હોય છે. જો તમે તેને પછી વાત કરવા માટે કહો તો તે ગુસ્સે થાય છે. સાચો પ્રેમી આવું ક્યારેય કરતો નથી, તે પોતાના પાર્ટનરને સમજે છે. નકલી પ્રેમી ફક્ત તમારી સાથે મહત્વ વગરની વાતો કરે છે. તેને તમારી સાથે ગંભીર અને મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે વાત કરવાનું ક્યારેય પસંદ નથી. તમારો પાર્ટનર પણ આવો છે તો તમે નકલી રિલેશનશીપમાં છો.
બન્ને એકબીજાને સારી રીતે નથી જાણતા
જો તમે તમારા પાર્ટનરને હજુ સુધી બરાબર ઓળખતા નથી તો તમારે વિચારવાની જરૂર છે. જો તમે પૂછો અને તે પોતાના વિશે બધું બરાબર ન કહે તો તે પ્રામાણિકતા નથી. તે તમને તેના પરિવાર અને મિત્રો વિશે જણાવતો નથી પરંતુ તે તમારા વિશે બધું જ જાણે છે. તેનો સીધો અર્થ એ છે કે તે તમારી સાથે વધારે પડતા એંગેજ થવા ઈચ્છતો નથી.
માત્ર સેક્સથી જોડાણ
જો ફક્ત સેક્સ જ તમારા સંબંધનો પાયો છે તો આ સંબંધમાં કંઈ નથી. ફક્ત ફિજિકલ હોવું એ તમારા બંને માટે એકબીજા સાથે જોડાયેલા રહેવા માટેનો પ્રેમ છે. જો તમારા સંબંધમાં વિશ્વાસ, જુસ્સો, કાળજી ન હોય તો સ્પષ્ટ છે કે તમે બંને એકબીજા સાથે જોડાયેલા નથી. આજના સમયમાં પુરુષો બેડ પર આવવા માટે જ સ્ત્રી સાથે સંબંધ સ્થાપિત કરે છે.












Click it and Unblock the Notifications
