For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વની ધરોહરમાં વસેલા ફેમસ ટાવર

|
Google Oneindia Gujarati News

વિશ્વના સૌથી જાણીતા ટાવરની વાત કરવામાં આવે ત્યારે ચોક્કસપણે આપણા મનમાં એફિલ ટાવર આવી જાય છે અથવા તો બીગ બેનનો ઉલ્લેખ આપણે કરી દઇએ છીએ. જોકે વિશ્વમા એવા ઘણા બધા ટાવર્સ છે કે જે પોતાની ઉંચાઇ અને લુકના કારણે લોકોના માનસપટ પર છવાયેલા છે. ટાવરની વાત કરવામાં આવી રહી છે ત્યારે એ જાણવું જરૂરી છે કે ટાવરનું નિર્માણ આજ-કાલ કે પાંચ, દસ દાયકાઓથી કરવામાં આવી રહ્યું નથી, પરંતુ ઇતિહાસની અટારીમાં જઇએ તો પણ આપણને શાનદાર રીતે નિર્માણ કરવામાં આવેલા આવા ટાવર્સની માહિતી મળી રહી છે, જેમાં ક્લોક ટાવર, બેલ ટાવર વિગેરે છે, જેનો ઉપયોગ ઇતિહાસમાં એકબીજા સાથે કોમ્યુનિકેશન કરવા માટે થતો હતો. જે અનેક હોલિવુડની ફિલ્મોમાં આપણને જોવા મળ્યું હશે.

એ અંગે આપણે પછી ક્યારેક વાત કરીશું પરંતુ હાલ વાત વિશ્વમાં આવેલા અને લોકોને પોતાના તરફ આકર્ષવામાં સફળ રહેલા 10 ટાવર્સ અંગે કરી રહ્યાં છીએ. જેના કારણે અનેક દેશોમાં તે પ્રવાસન સ્થળ તરીકે પણ જાણીતા બન્યા છે, તો ચાલો તસવીરો થકી નીહાળીએ અને જાણીએ આ ફેમસ ટાવર્સ અંગે.

એફિલ ટાવર

એફિલ ટાવર

આ ટાવરથી બધા જ માહિતગાર હશે. આ ટાવરની રચના 1889ની આસપાસ કરવામાં આવી હોવાની માહિતી છે, જે 300 મીટર ઉંચો છે અને આ ટાવર 1930 સુધી વિશ્વનો સૌથી ઉંચો ટાવર હોવનું ગર્વ ધરાવતો હતો. આ ટાવરની મુલાકાત 2 અબજ કરતા વધુ લોકો લઇ ચૂક્યા છે.

પિસાનું લીનીંગ ટાવર

પિસાનું લીનીંગ ટાવર

આ ટાવરનું નિર્માણ 177 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. આ ટાવરને 2001માં લોકો માટે ખુલ્લો મુકવામા આવ્યો હતો, આ ટાવરમાં કુલ 296 સ્ટેપ છે.

બિગ બેન

બિગ બેન

બિગ બેન એક ક્લોક ટાવર છે અને તે લંડનનો પ્રખ્યાત ટાવર છે. લંડનના જોવાલાયક સ્થળોમાં આ ટાવરને ટોચ પર મુકવામાં આવે છે.

સામ ગિમિગ્નાનોનો ટાવર

સામ ગિમિગ્નાનોનો ટાવર

તુસ્કાનીમાં આવેલા સામ ગિમિગ્નાનોમાં આ ટાવર આવેલું છે અને તે ફોર્ટીન સ્ટોન ટાવર્સ તરીકે ઓળખાય છે.

સ્પિરલ મિનારેત

સ્પિરલ મિનારેત

આ ટાવર ઇરાકમાં આવેલી શાનદાર મસ્જિદ સમારાનો એક ભાગ છે. જેનું નિર્માણ 848 અને 852ની વચ્ચે થયેલું છે. આ ટાવર 52 મીટરની ઉંચાઇ ધરાવે છે.

સીએન ટાવર

સીએન ટાવર

આ ટાવર ડાઉનટાઉન ટોરોન્ટોમાં આવેલું છે અને તે કેનેડાનું સૌથી લોકપ્રિય સ્થળમાનું એક છે. તેની રચના 1973 અને 1976 વચ્ચે કરવામાં આવી હતી.

થ્રી પાગોદાસ

થ્રી પાગોદાસ

આ ટાવર વિશ્વભરમાં આવેલા બુદ્ધિસ્ટ સ્ટ્રક્ચર્સમાનું શ્રેષ્ઠ છે. આ ટાવર ચીનના ડાલી શહેરથી 1.5 કિમી દૂર આવેલો છે. જેનું નિર્માણ 824 અને 840 દરમિયાન કરવામાં આવ્યું હતું.

કૂતુબ મિનાર

કૂતુબ મિનાર

વિશ્વના સૌથી ફેમસ ટાવરમાં ભારતમાં આવેલા કૂતુબ મિનાર પણ પોતાની જગાવી બનાવી રાખી છે. આ ટાવર 200 વર્ષ પૂર્વે એટલે કે 1386માં બનાવવામાં આવ્યું હતું. તેની ઉંચાઇ 72 મીટર છે.

બેલેમ ટાવર

બેલેમ ટાવર

આ ટાવર પોર્ટુગલમાં આવેલું છે અને તેને 16મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ ટાવરને તોગસ નદીની મધ્યમાં બનાવવામાં આવ્યો હતો.

મિનારેત ઓફ જામ

મિનારેત ઓફ જામ

આ ટાવર અફઘાનિસ્તાનમાં આવેલું છે અને તે 12મી સદીમાં બાંધવામાં આવેલી મસ્જિદનો એક ભાગ છે. તેની ઉંચાઇ 65 મીટર છે.

English summary
Here is The Some Most Famous Towers in the World
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X