Video : રેડ કાર્પેટ પાથરીને ફૌજી પુત્રનું સ્વાગત કર્યુ, વીડિયો તમારૂ દિલ ખુશ કરી દેશે
કોઈપણ દેશના નાગરીકો માટે દેશનો સૈનિક આદરને પાત્ર હોય છે. દેશની સેવા કરનારા સૈનિકોને સમાજમાં માનની નજરથી જોવામાં આવે છે. તમે જોયુ હશે કે સેનામાંથી નિવૃત થઈને વતન પરત ફરતા સૈનિકનું લોકો દિલ ખોલીને સ્વાગત કરે છે. હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે. અહીં રેડ કાર્પેટ પાથરીને સૈનિકનું સ્વાગત કરાયુ હતુ.
હાલ સોશિયલ મીડિયા પર એક સૈનિકનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં એક સૈનિકનું રેજ કાર્પેટ પર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક સૈનિકનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. એક પિતા પોતાના સૈનિક પુત્રને આવકારવા ઘરની બહાર રેડ કાર્પેટ પાથરીને તેનું સ્વાગત કરી રહ્યા છે. આ સૈનિક પુત્ર રેડ કાર્પેટ પર ચાલીને તેના પરિવાર પાસે પહોચે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે સૈનિક ઘૂંટણિયે પડીને તેની માતાના આશીર્વાદ લે છે. આ દરમિયાન તમામ સંબંધીઓ અને ગ્રામજનો સૈનિક પર ફૂલ વરસાવતા જોવા મળે છે. વીડિયોમાં સૈનિક પુત્રને જોઈને માતાના ચહેરા પર ખુશી જોઈ શકાય છે. માતાની બાજુમાં ઉભેલા દાદા તેમના પૌત્રને આનંદ અને ગર્વથી ગળે લગાવે છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ઘણી વખત ચર્ચામાં આવે છે. તેમની આ પોસ્ટ પણ લોકોને ખુબ જ પસંદ આવી રહી છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર વીડિયો શેર કરતા લખ્યુ તે, જો તમે ભારતીયો અને અમારી સુરક્ષા કરનારા અમારા જવાનો વચ્ચેના ભાવનાત્મક બંધનને સમજવા માંગતા હો તો આ વીડિયો સિવાય બીજું કંઈ જ ન જુઓ. હું આ પરિવારને સલામ કરું છું.
If you want to understand the emotional connect between Indians and our Jawans who protect us, look no further than this video…. I salute this family… pic.twitter.com/HdcAGwU58f
— anand mahindra (@anandmahindra) August 16, 2023
જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકોએ જોયો છે. જે લોકોએ આ વીડિયો જોયો છે તે પ્રતિક્રિયા આપીને તેના પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, અમારી સેના અમારું ગૌરવ છે. અન્ય એક યુઝરે લખ્યું કે, આપણા સૈનિકોને સલામ. હવે વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
