For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબા વેંગા ભવિષ્યવાણીને કારણે ભારતમાં ડર, 2 મહિના આવશે મોટું સંકટ

વર્ષ 2022 ખતમ થવામાં હવે લગભગ 2 મહિના જેટલી વાર છે, ત્યારે ફરી એકવાર બુલ્ગારિયના ભવિષ્યવેતા બાબા વેંગાની ભવિષ્યવાણી ચર્ચાનો વિષય બન્યો છે. બાબા વેંગાએ 111 વર્ષ પહેલા વર્ષ 2022 દરમિયાન ભારત માટે મોટી ભવિષ્યવાણી કરી હતી.

|
Google Oneindia Gujarati News

વર્ષ 2022 ખતમ થવામાં હવે લગભગ 2 મહિના જેટલી વાર છે, ત્યારે ફરી એકવાર બુલ્ગારિયના ભવિષ્યવેતા બાબા વેંગાની ભવિષ્યવાણી ચર્ચાનો વિષય બન્યો છે. બાબા વેંગાએ 111 વર્ષ પહેલા વર્ષ 2022 દરમિયાન ભારત માટે મોટી ભવિષ્યવાણી કરી હતી, જે આગામી 2 મહિનામાં સાચી સાબીત થઇ શકે છે. બાબા વેંગાની ભવિષ્યવાણી અંગે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભારતમાં આવી શકે છે ભૂખમરો

ભારતમાં આવી શકે છે ભૂખમરો

બાબા વેંગાએ વર્ષ 2022માં ભારતમાં તીડના હુમલા અને ભૂખમરાની આગાહી કરી હતી. બાબા વેંગાના જણાવ્યા અનુસાર, વર્ષ 2022માં વિશ્વભરમાં તાપમાનમાં ઘટાડો થયા બાદ તીડનો પ્રકોપ વધી જશે.

આ સાથે તીડનું ટોળું ભારત પર પણ હુમલો કરશે અને પાકનો નાશ કરશે. જેના કારણે ભારતમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને ભારે ભૂખમરો થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં માત્ર 2 મહિના જ બાકી છે.

બાબા વેંગાએ વર્ષ 2022 માટે કરી હતી 6 ભવિષ્યવાણીઓ

બાબા વેંગાએ વર્ષ 2022 માટે કરી હતી 6 ભવિષ્યવાણીઓ

ધ સનના એક અહેવાલ મુજબ, બાબા વેંગાએ વર્ષ 2022 માટે 6 ભવિષ્યવાણીઓ કરી હતી. બાબા વેંગાએ ઓસ્ટ્રેલિયા સિવાય કેટલાક એશિયન દેશોમાં પૂર, કેટલાક દેશોમાં પાણીની અછત, એલિયન હુમલાઓ, તીડના આક્રમણ અને વર્ચ્યુઅલ રિયાલિટીમાં વધારાની આગાહી કરી હતી.

આ સિવાય બાબા વેંગાએ સાઈબેરિયાથી નવા વાયરસના આગમનની આગાહી કરી હતી, જે કોરોના વાયરસ કરતા પણ વધુ ઘાતક હોય શકે છે.

આ વર્ષે સાચી પડી છે 2 આગાહીઓ

આ વર્ષે સાચી પડી છે 2 આગાહીઓ

બાબા વેંગા દ્વારા વર્ષ 2022 વિશે કરવામાં આવેલી 6 ભવિષ્યવાણીઓમાંથી 2 સાચી પડી છે. ઓસ્ટ્રેલિયા સિવાય તેણે કેટલાક એશિયાઈ દેશોમાં પૂરની આગાહી કરી હતી, જે સાચી સાબિત થઈ છે. તાજેતરના દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં પૂર આવ્યું છે, જ્યારે પાકિસ્તાનમાં પણ પૂરના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને એક હજારથી વધુ લોકોના મોત થયા હતા.

પોર્ટુગલ અને ઇટાલીના ઘણા શહેરોએ આ વર્ષે દુષ્કાળનો સામનો કર્યો

પોર્ટુગલ અને ઇટાલીના ઘણા શહેરોએ આ વર્ષે દુષ્કાળનો સામનો કર્યો

આ સિવાય બાબા વેંગાએ પણ કેટલાક દેશોમાં પાણીની અછતની આગાહી કરી હતી, જે સાચી પડી છે. પોર્ટુગલ અને ઇટાલીના ઘણા શહેરોએ આ વર્ષે દુષ્કાળનો સામનો કર્યો છે અને પાણીની અછતનો સામનો કરવો પડ્યો છે.

English summary
Fear in India due to Baba Venga Prediction, big crisis will come in 2 months
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X