For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે દુનિયાની સૌથી લાંબા વાળ ધરાવતી છોકરીની લવસ્ટોરી

|
Google Oneindia Gujarati News

તમે એનિમેશન ફિલ્મ ટેંગલ્ડ જોઇ છે. જેમાં એક જાદુઇ લાંબા વાળ ધરાવતી છોકરીની સ્ટોરી છે. જે એક ઊંચા ટાવર પર રહેતી હોય છે. અને તેના વાળ ખૂબ જ લાંબા હોય છે. આવી જ એક મહિલા રીયલ લાઇફમાં પણ છે. જેનું નામ છે આશા મંડેલા. ફ્લોરિડામાં રહેતી આશા મંડેલા દુનિયાના સૌથી લાંબા વાળ ધરાવે છે. અને તેના વાળની ઊંચાઇ તેના શરીરની ઊંચાઇ કરતા ડબલ છે.

bizarre

ત્યારે આટલા લાંબા વાળ કારણે જ તેને મળ્યો તેનો જીવનસાથી. આશાના કહેવા મુજબ તેના લાંબા વાળના કારણે લોકો તેને પસંદ તો કરતા હતા. પણ લગ્ન સુધી વાત કદી લંબાતી નહતી. નોંધનીય છે કે આશાના વાળોનું જ વજન વીસ કિલો છે. અને તેના વાળોની લંબાઇ 55 ફિટ છે. આ જ કારણ છે કે તેને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેનું નામ નોંધાવ્યું છે.

ત્યારે એક વાર ફેસબુક દ્વારા તેની મુલાકાત કેન્યાના ઇમાનુઅલ શેગથી થઇ. જે આશાના આ કાળા લાંબા વાળોના પ્રેમમાં પડી ગયા અને બન્નેએ લગ્ન કરી લીધા. વધુમાં ઇમાનુએલ શેગ એક હેર ડ્રેસર છે. જો કે ડોક્ટરોનું કહેવું છે કે આશાના વાળનું વજન વધુ છે અને તેનાથી તેને ગરદન કે પીઠના દુખાવાની તકલીફ થઇ શકે છે. જેના કરતા શ્રેષ્ઠ તે જ રહેશે કે આશા તેના વાળ કપાવી દે. જો કે આશા અને તેના પતિ બન્નેને તેના લાંબા વાળોથી ખુબ જ પ્રેમ છે અને તે આ વાળને કદી પણ નથી કપાવાની...

English summary
Florida woman Asha Mandela's hair is 55 feet long and weighs a staggering 42 pounds finds love and life partner, here is Pictures, Have a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X