બાથરૂમના અરીસામાં ન દેખાયું પ્રતિબંબ તો ડરી ગઇ મહિલા, વીડિયો જોઇને આવી જશે મોજ
Funny Viral Video : સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો એવા હોય છે, જેને જોઇને તમારુ મગજ ચકરાઇ જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, એક વોશરૂમમાં મહિલા આવે છે, તેને વોશરૂમમાં એક છોકરી અને એક મહિલા હાજર હતી.
સૌથી આશ્ચર્યની વાત એ છે કે, અરીસામાં મહિલાનો ચહેરો દેખાતો નથી. જેના કારણે મહિલા ચિંતિત થઈ જાય છે. તે એકદમ ડરી જાય છે. તે પછી બીજી છોકરી આવે છે, અને તેનો ચહેરો પણ દેખાઈ આવે છે. સ્ત્રી વધુ ડરી જાય છે. આખરે શું છે આ વીડિયોનું સત્ય?

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, વોશરૂમમાં પોતાને એકલી જોઈને મહિલા કેવી રીતે ડરી જાય છે. આ મહિલાને એવું લાગે છે કે, તે જીવતી નથી. આ વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોને @ViralXfun નામના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 3 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે આ વીડિયો પર ઘણા લોકોની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું હતું કે, આ બંને જોડિયા બહેનો છે.
મહિલાને ભ્રમિત કરવા માટે આવું કરવામાં આવ્યું છે. આ એક પ્રેન્ક છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં અન્ય એક યુઝરે લખ્યું છે કે, મેં આવો ફની વીડિયો ક્યારેય જોયો નથી. આ વીડિયો જોયા બાદ અને મહિલાની પ્રતિક્રિયા જોયા બાદ લોકો સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગયા છે.
Twins😂 pic.twitter.com/SV5USlv6VD
— Wow Videos (@ViralXfun) October 5, 2023












Click it and Unblock the Notifications
