ભુતે સોલ્વ કર્યો નવોઢાના મોતનો કેસ, જાણો કેવી રીતે?
દુનિયામાં તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં કોઈ વ્યક્તિના મર્ડરનો ખુલાસો તેના જ ભુતે કર્યો હોય. આવો જ એક કિસ્સો અમેરિકામાં સામે આવ્યો હતો. આ કિસ્સો એટલો ચૌકાવનારો હતો પહેલી વખત સાંભળીને ભરોષો ન કરી શકાય.
આ ઘટના અનુસાર, એક નવવિવાહીતાના ભુતે જ તેની હત્યાની ગુત્થી ઉકેલવામાં મદદ કરી અને આરોપીને સજા સુધી પહોચાડ્યો.

આ ઘટના અમેરિકાના વર્જિનિયા સ્ટેટના ગ્રામીણ વિસ્તારની છે. અહીંના ગ્રીન બેર કાઉન્ટીમાં 1897માં અહીં ઇરાસ્મસ એડવર્ડ શૂ નામનો લુહાર રહેતો હતો. આ વ્યક્તિએ આ જ ગામની મેરી જેન હેસ્ટર સાથે લગ્ન કર્યા હતા.
લગ્નના ત્રણ મહિના પછી એક દિવસ અચાનક તેને તેની પત્ની મૃત હાલતમાં મળી હતી. આ દરમિયાન લોકોએ ભેગા થઈને ડોક્ટરને જાણ કરી. જો કે ડોક્ટર આવે તે પહેલા પતિ એડવર્ડ તેની પત્નીના મૃતદેહને બાથરૂમમાં નવડાવીને કપડાં બદલીને બેડ પર સુવડાવી દીધી અને રડતો રહ્યો. ડોક્ટર આવ્યા બાદ તેને તપાસ માટે પરવાનગી પણ ન આપી અને મૃતદેહને દફનાવી દીધો.
અહેવાલો અનુસાર, આ ઘટના બાદ મૃતક મહિલા એલ્વાની માતા મેરી જેન હીસ્ટરે દાવો કર્યો છે કે અચાનક તેની પુત્રી તેના સપનામાં દેખાઈ અને તેણીએ તેના મૃત્યુની પુરી કહાની જણાવી દીધી.
તેની માતાએ દાવો કર્યો કે તેનો પતિ ક્રૂર માણસ હતો અને લગ્ન બાદ માર મારતો હતો. એક રાત્રે મીટ ન બનાવતા પતિ એડવર્ડે તેને ખૂબ માર માર્યો અને ગરદન તોડી નાખી. આ મહિલા તેની માતા મેરી જેન હેસ્ટરને ચાર રાત સુધી આવા સપના આવી અને તે બાજ પબ્લિક પ્રોસિક્યુટર પાસે પહોંચી અને પુત્રીના મૃત્યુની ફાઈલ ફરીથી ખોલવા અપીલ કરી.
કોર્ટના આદેશ પર જ્યારે મૃતદેહને બહાર કાઢીને તપાસ કરાઈ તો એલ્વાના ગળાનું હાડકું તૂટેલું હોવાનું જાણવા મળ્યું અને ગળા પર હુમલાના નિશાન હતા. આગળની તપાસમાં તેને હત્યા કરી હોવાની કબુલાત આપી. આમ પુરી ઘટનાનો ભેગ ઉકેલાયો.












Click it and Unblock the Notifications
