For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડમાં હિમવર્ષા દરમિયાન થયા અનોખા લગ્ન, વરરાજા 6 કિ.મી. ચાલીને લગ્ન કરવા પહોંચ્યો

ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા દરમિયાન એક ફોજી વરરાજા 6 કિ.મી. ચાલીને પોતાના લગ્નના મંડપમાં પહોંચ્યો હતો. આ દિવસોમાં ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાને કારણે રસ્તાઓ જામ છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા દરમિયાન એક ફોજી વરરાજા 6 કિ.મી. ચાલીને પોતાના લગ્નના મંડપમાં પહોંચ્યો હતો. આ દિવસોમાં ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાને કારણે રસ્તાઓ જામ છે. જેની સામાન્ય જીવન પર અસર જોવા મળે છે. આવો જ કેસ સામે આવ્યો જ્યારે વરરાજા સહિત 25 લોકો ભારે હિમવર્ષા દરમિયાન ટ્રેકિંગ કરતા લગ્ન કરવા આવ્યા.

ફોજી રજનીશ કુર્માચલીની જાન શુક્રવારે મક્કુ મઠ માટે ત્રિયુગીનારાયણ ગામમાંથી કાઢવામાં આવી હતી. જેમાં 80 લોકો સામેલ હતા. હિમવર્ષાને કારણે રસ્તાઓ જામ થઇ ગયા અને આ જામમાં જાન ફસાઈ ગઈ.

આ પણ વાંચો: સપનામાં જોયા છે બીજા લગ્ન, તો જાણો શું થાય છે તેનો મતલબ?

25 જાનૈયાઓ સાથે પહોંચ્યો વરરાજા

25 જાનૈયાઓ સાથે પહોંચ્યો વરરાજા

લગ્નની વિધિઓ નક્કી કરેલા સમય પર કરવા માટે ભારે હિમવર્ષા દરમિયાન વરરાજા સહિત 25 લોકોએ પગપાળા યાત્રા શરુ કરી. જાનૈયાઓમાં ફક્ત પરિવારના તે લોકો સામેલ હતા જેમને અનુષ્ઠાન અને લગ્નની વિધિઓમાં પહોંચવું જરૂરી હતું. આ જાનમાં ભલે બેન્ડબાજા ન હતું પરંતુ જાનૈયાઓ માટે તે એક સુખદ પળ કરતાં પણ ઓછું ન હતું.

વિદાઈ પછી દુલ્હન પણ ચાલતી નીકળી

વિદાઈ પછી દુલ્હન પણ ચાલતી નીકળી

જણાવી દઈએ કે લગ્નમાં વરરાજા રજનીશ અને વરકન્યા શિક્ષાએ મક્કુમથમાં સાતફેરા પણ હિમવર્ષામાં જ લીધા. લગ્નની વિધિઓ થયા પછી, વિદાયના સમય પર શિક્ષાએ પોતાના જીવનસાથી સાથે પગપાળા જ પોતાના પિયરથી વિદાય લીધી.

પહેલા પણ થઇ ચુક્યા છે આવા અનોખા લગ્ન

પહેલા પણ થઇ ચુક્યા છે આવા અનોખા લગ્ન

વરરાજાના ભાઈએ કહ્યું કે, 2002 માં પણ આવા એક લગ્ન થઇ ચુક્યા છે. પરંતુ બંને લગ્નમાં એક જ સમાનતા બંને લગ્નોમાં વરરાજા સેનાના જવાનો હતા. વરરાજાના ભાઇએ કહ્યું કે લગ્નના મંડપ સુધી પહોંચતા કઈ પણ વસ્તુની મુશ્કેલી નથી થઇ.

English summary
Groom treks for over 6kms in heavy snow to reach his wedding ceremony in Uttarakhand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X