For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG: સાંપ કરડ્યો તો ગુસ્સામાં ખેડૂત સાંપનું માથું ચાવી ગયો

ખેડૂતને એક જેહરીલો સાપ કરડી ગયો. પરંતુ તેનાથી ખેડૂત પર કઈ ખાસ ફરક પડ્યો નહીં. સાપથી ડરવાને બદલે ખેડૂતને તેના પર ખુબ જ ગુસ્સો આવ્યો તેને સાપને પકડીને તેનું માથું જ ચાવી નાખ્યું.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કોઈ માણસને સાંપ કરડી ગયો હોય તેવું આપણે ઘણી વાર સાંભળ્યું હશે. પરંતુ હરદોઈમાં એક ચોંકાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતને એક જેહરીલો સાપ કરડી ગયો. પરંતુ તેનાથી ખેડૂત પર કઈ ખાસ ફરક પડ્યો નહીં. સાપથી ડરવાને બદલે ખેડૂતને તેના પર ખુબ જ ગુસ્સો આવ્યો તેને સાપને પકડીને તેનું માથું જ ચાવી નાખ્યું. ખેડૂતની હાલત થોડી બગાડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં થોડા જ કલાકમાં તેને બિલકુલ સ્વસ્થ જણાવીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો.

હરદોઈ માં માંધોગંજ ચોકીનો મામલો

હરદોઈ માં માંધોગંજ ચોકીનો મામલો

આ આખો મામલો હરદોઈમાં માંધોગંજ ચોકીનો છે જ્યાં એક ખેડૂતે મૃત્યુને પણ ટક્કર આપી છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર ખેડૂતની પ્રતિરોધક ક્ષમતા એટલી વધારે હતી કે તેના પર સાપના જહેર નો અસર થયો નહીં.

ઝાડીમાં રહેલો સાપ સોનલાલ ને કરડ્યો

ઝાડીમાં રહેલો સાપ સોનલાલ ને કરડ્યો

સોનલાલ તેના દીકરા કાલિકા પ્રસાદ સાથે જાનવરો માટે ઘાસ લેવા સવારે 3 વાગ્યા ખેતરે ગયા હતા. ઝાડીમાં રહેલો સાપ સોનલાલ ને કરડ્યો સાપના કરડ્યા પછી તરત જ સોનલાલે તેને પકડી લીધો. ગુસ્સે ભરાયેલા સોનલાલે પોતાના દાતથી સાપનું મોઢું તોડી નાખ્યું. સાપ ત્યાં જ મરી ગયો.

પ્રતિરોધક ક્ષમતા વધારે હોવાથી બચી ગયો

પ્રતિરોધક ક્ષમતા વધારે હોવાથી બચી ગયો

સોનલાલ ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેમને ઇન્જેક્શન લગાવી તેમનો ઉપચાર શરૂ કરવામાં આવ્યો. રાત્રે લગભગ 10 વાગ્યે તેમની હાલત સામાન્ય થઇ ગયી હતી. ડોક્ટરના જણાવ્યા અનુસાર સોનલાલની પ્રતિરોધક ક્ષમતા વધારે હોવાથી તેઓ બચી ગયા. રાત્રે જ તેમની હાલત સુધરી ગયી અને તેઓ ઘરે ચાલ્યા ગયા.

English summary
Hardoi Angry Farmer chewed hood snake farmer completely fit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X