For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ સ્થળો છે દક્ષિણ ભારતના હોન્ટેડ પ્લેસ

By Super
|
Google Oneindia Gujarati News

ભારતમાં અનેક હોન્ટેડ સ્થળ આવેલા છે, દેશના અનેક શહેરોના ખૂણાઓએ કેટલુંક ઉંડાણપૂર્વકનાં રહસ્ય છૂપાવી રાખ્યા છે. જો તમે એવું વિચારતા હોવ કે ઉત્તર ભારત જ એકમાત્ર એવો વિસ્તાર છે કે જ્યાં આવા હોન્ટેડ સ્થળ આવેલા છે તો તમે ખોટા છો. એક એવી ધારણા છે કે હોન્ટેડ સ્થળ અને કિલ્લાઓની સૌથી વધુ સંખ્યા ઉત્તરમાં છે અને તેમાં પણ ખાસ કરીને રાજસ્થાન, પંજાબ અને ઉત્તર પ્રદેશ.

દક્ષિણમાં રહેતા લોકોને એટલું ચિંતિત થવાની જરૂર નથી. જો કે, તેમને જણાવી દઇએ કે, હોન્ટેડ પ્લેસ માત્ર એવા સ્થળો કે કિલ્લાઓમાં જ નથી હોતા, પરંતુ જંગલો, ઘરો, હોટેલ્સ પણ હોન્ટેડ હોય છે. ઉદાહરણ તરીકે, દક્ષિણ ભારતના હોન્ટેડ પ્લેસની વાત કરવામાં આવે તો તેમાં હૈદરાબાદના જાણીતા રોમાજી ફિલ્મ સિટીનો ઉલ્લેખ કરવો પડે, હા તમે સાચું વાંચો છો. રામોજી ફિલ્મ સિટીમાં આવેલી હોટેલ્સ હોન્ટેડ હોવાના પૂરાવા અને કહાણીઓ બહાર આવતી રહી છે. ઉપરાંત ગોલકોન્ડા કિલ્લો, હૈદરાબાદ, તમિળનાડુની સાથ્યમાંગલમ વન્યજીવ અભ્યારણ્ય, સન્ટ માર્ક્સ રોડ બેંગ્લોરનો સમાવેશ પણ દક્ષિણ ભારતના હોન્ટેડ પ્લેસમાં થાય છે. તો ચાલો તસવીરોના માધ્યમથી નજર ફેરવીએ આવા હોન્ટેડ સ્થળો અંગે, કે જે દક્ષિણ ગુજરાતમાં આવેલા છે.

રામોજી ફિલ્મ સિટી

રામોજી ફિલ્મ સિટી

હૈદરાબાદમાં આવેલા રામોજી ફિલ્મ સિટી આંધ્ર પ્રદેશની સૌથી મોટી ફિલ્મ સિટી અને વિશ્વનો સૌથી મોટો ફિલ્મ સ્ટૂડિયો કોમ્પલેક્ષ છે, જે 6.42 સ્ક્વેર કિલોમીટર્સમાં વિસ્તરાયેલું છે. રામોજી ફિલ્મ સિટીમાં એક મનોરંજન પાર્ક છે, જે પ્રવાસીઓમાં ઘણું જ લોકપ્રિય છે. ફિલ્મ સિટીમાં જ્યારે દાખલ થાઓ ત્યારે બે હોટેલ્સ આવેલી છે, જેને હોન્ટેડ તરીકે જાહેર કરવામાં આવી છે. આ હોટેલ્સના બાથરૂમમાં અરિસાઓ પર ઉર્દૂમાં લખેલું અવાર-નવાર લોકોને વાંચવા મળ્યું છે, તેમજ અહીં પેરાનોર્મલ એક્ટિવિટી થતી હોવાનું પણ રેકોર્ડ કરવામાં આવ્યું છે.

સાથ્યમાંગલમ અભ્યારણ્ય

સાથ્યમાંગલમ અભ્યારણ્ય

આ અભ્યારણ્ય તમિળનાડુમાં આવેલું છે. આ તમિળનાડુનું સૌથી મોટું વન્યજીવ અભ્યારણ્ય છે અને તેને પણ હોન્ટેડ સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ઇન્ડિયન બેન્ડિટ, વીરપ્પનને મારી નાંખવામાં આવ્યા બાદ અહીં પેરાનોર્મલ એક્ટિવિટી થતી હોવાનું લોકોનું માનવું છે, કેટલીક એવી પ્રવૃતિઓ હવા અને હાઇવે પર થતી જોવા મળી છે કે, લોકો તેને હોન્ટેડ સ્થળ તરીકે વર્ણવે છે.

ગોલકોન્ડા કિલ્લો

ગોલકોન્ડા કિલ્લો

ગોલકોન્ડા કિલ્લો હૈદરાબાદમાં આવેલો છે. અહીં વિચિત્ર પ્રકારના અવાજો, નૃત્ય અને પડછાયો લોકોને જોવા મળ્યો છે. એવું પણ કહેવાય છે કે અંધકાર છવાયા બાદ પ્રવાસીઓને આ સ્થળની મુલાકાત લેવાની મનાઇ ફરમાવવામાં આવી છે.

સેન્ટ માર્ક્સ રોડ

સેન્ટ માર્ક્સ રોડ

બેંગ્લોરમાં આવેલો સેન્ટ માર્ક્સ રોડ પણ હોન્ટેડ પ્લેસ તરીકે જાણીતો છે. અહીં એક ઘર આવેલું છે, જેને હોન્ટેડ હાઉસ કહેવામાં આવે છે, પરંતુ તેને લઇને લોકોમાં એક મિશ્ર પ્રતિસાદ છે. કેટલાક લોકોને અહી પેરાનોર્મલ એક્ટિવિટી જોવા મળી છે, જ્યારે કેટલાકનું કહેવું છે કે તેમને અહી સામાન્ય અનુભવ થયો હતો.

English summary
There are many haunted places in India. Every nook and corner of the country has some or the other deep hidden secrets. If you think that North India is the only place flooded with haunted places then you are wrong. There is a common myth that palaces and forts are haunted and majority of palaces and forts are in the north especially Rajasthan, Punjab and UP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X