અહીં શાકભાજીના ભાવે વેચાય છે દુલ્હન, બોલી લગાવીને ખરીદીને પુરૂષો પત્ની ખરીદે છે
તમે ઘણા પ્રકારની માર્કેટ જોઈ હશે. શાક માર્કેટથી લઈને અન્ય વસ્તુઓની માર્કેટમાં ઘણી જગ્યાઓએ બોલી લગાવીને વસ્તુઓનું વેચાણ થાય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયામાં એક જગ્યા એવી છે જ્યાં શાક માર્કેટની જેમ દુલ્હનનું માર્કેટ લાગે છે.
દુનિયાનું આ એકમાત્ર વિચિત્ર માર્કેટ બલ્ગેરિયામાં આવેલુ છે. કહેવાય છે કે આ માર્કેટમાં દુલ્હન વેચાય છે. બુલ્ગારિયામાં સ્ટારા જાગોર નામની જગ્યાએ પુરુષો પરિવાર સાથે આવે છે અને પોતાની ગમતી છોકરી પસંદ કરે છે.

અહગીં જે છોકરી છોકરાને પસંદ કરે તેના માટે ભાવ-તાલ થાય છે. છોકરીના પરિવારજનોને કિંમત પસંદ આવે તો તે તેની છોકરીને છોકરાને સોંપી દે છે. છોકરો તે છોકરીને ઘરે લાવે છે અને તેને તેની પત્નીનો દરજ્જો આપે છે.
આ માર્કેટ ગરીબ છોકરીઓ માટે લાગે છે. લગ્નમાં સામાન્ય રીતે ઘણો ખર્ચ થાય છે ત્યારે જે પરિવાર લગ્ન કરાવવામાં અસમર્થ હોય તે તેમની પુત્રીને આ મંડીમાં લઈ જાય છે. આ પછી છોકરાઓ આવે છે અને તેમની પસંદગીની છોકરી પસંદ કરે છે.
યુવતીના પરિવારજનો અનુસાર, તે પૈસા આપીને તે છોકરીને ખરીદે છે. આ પ્રથા બુલ્ગેરિયામાં વર્ષોથી ચાલી રહી છે. સરકાર પણ આ માર્કેટ લગાવવા માટે પરવાનગી આપે છે.
આ બજારમાં છોકરીઓની કિંમત અલગ-અલગ નક્કી કરાય છે. જે છોકરીઓના પહેલા કોઈ પુરુષ સાથે સંબંધ નથી તેની કિંમત વધારે હોય છે. આ સાથે બજારમાં વેચાતી દુલ્હનને ઘરે લઈ જતા પહેલા પણ ઘણા નિયમોનું પાલન કરવું પડે છે.
કલાઈદઝી સમુદાયના લોકો આ બજારમાં તેમની દીકરીઓ વેચે છે. જે વ્યક્તિ તેને ખરીદે છે તે એક જ સમુદાયની હોય તે ફરજિયાત છે. તેમજ છોકરી ગરીબ હોય તે જરૂરી છે. આર્થિક રીતે મજબૂત પરિવારો તેમની દીકરીઓને વેચી શકતા નથી. આ સાથે ખરીદેલી છોકરીને પત્ની બનાવવી ફરજીયાત છે.












Click it and Unblock the Notifications
