અહીં ફેમિલીની ઈજ્જત બચાવવા બોયફ્રેન્ડને ભાડે રાખે છોકરીઓ
ઘણા સમાજોમાં આજે પણ યુવતીઓને ખુલ્લીને ડેટિંગ કરવાની કોઈના પ્રેમમાં પડવાની પરવાનગી નથી. આવા સમાજોમાં યુવતીઓ છુપાઈને પ્રેમીઓ સાથે પ્રેમ કરે છે.
જો કે તેનાથી વિપરીત આ દુનિયામાં ઘણી જગ્યાઓ એવી પણ છે જ્યાં યુવતીઓને બિંદાસ્ત રીતે તેમની લાઈફ જીવવાની આદત છે.

સમાજના માપદંડોને કારણે યુવતીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં એક જગ્યા એવી છે જ્યાં યુવતીઓ પોતાના પરિવારની ઈજ્જત બચાવવા બોયફ્રેન્ડ ભાડે રાખે છે.
વિયતનામની યુવતીઓએ સામાજીક મુશ્કેલીઓથી બચવા એક અનોખો તરીકો બનાવી લીધો છે. તેમના પર પરિવાર લગ્ન કરવા દબાણ કરે તો તેનાથી બચવા આ યુવતીઓએ જે કિમીયો અજમાવ્યો તે વિચારતા કરી મુકે તેવો છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક અહેવાલ અનુસાર, વિયેતનામની છોકરીઓ તેમના પરિવારને ખુશ કરવા અથવા પરિવારની પ્રતિષ્ઠા બગડે નહીં તે માટે ભાડેથી પાર્ટનર રાખે છે.
આ છોકરીઓ એકલા હોવાના કલંકથી બચવા માંગે માટે તેઓ અસ્થાયી પાર્ટનર હાયર કરે છે. વિયેતનામમાં આ વલણે વેગ પકડ્યો છે.
છોકરીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા એવા પુરૂષો સાથે જોડાઈ રહી છે જે પોતાને તેમના પાર્ટનર તરીકે રજૂ કરવા માટે તૈયાર છે. આ સમય દરમિયાન બંને વચ્ચે કોઈ રોમેન્ટિક અથવા જાતીય પ્રવૃત્તિ સામેલ નથી હોતી.












Click it and Unblock the Notifications
