અહીં લગ્નના 5 વર્ષ સુધી સુહાગરાત મનાવવાની મનાઈ છે, પત્નીને જોવી પણ ગુનો મનાય છે
ભારત અને દુનિયામાં સામાન્ય રીતે લગ્નની પહેલી રાત પતિ-પત્ની એકબીજા સાથે વિતાવે છે અને પ્રેમમાં ઓતપ્રોત થઈ જાય છે. સુહાગરાતને વિવિધ લોકો પોતાની રીતે મનાવે છે. જો કે આ દુનિયામાં એક એવી પણ જગ્યા છે જ્યાં 5 વર્ષ સુધી સુહાગરાત મનાવવા પર પ્રતિબંધ છે.
ભારતમાં આ પરંપરા ચપોટા જાતિમાં જોવા મળે છે. અહીં છોકરીના લગ્ન 5 થી 12 વર્ષની નાની ઉમરમાં થઈ જાય છે. લગ્ન બાદ છોકરીની 18 વર્ષની થવાની રાહ જોવાય છે. આ પછી વરરાજા ધાર્મિક વિધિઓ સાથે સુહાગરાત મનાવે છે.

બિહારના કુરાર, લક્ષ્મીપુર, ભેલાય, કહરાબંધ, બારાહટ માં ચાચરા, નયાનગરી, ઝાપનિયા, લોઢિયા, લખપુરા, હરિપુર, મહુઆડીહ, બાઉન્સી પાસેના લાલમટિયા, શ્યામબજાર, ગોવિંદપુર સહિતના ગામોમાં આ પંરપરા ચાલતી આવે છે.
આ પંરપરા અનુસાર, સ્થાનિક લોકોનું કહેવું છે કે ચપોટા જ્ઞાતિ સમાજમાં હજુ પણ 10થી 12 વર્ષમાં છોકરીના લગ્ન થઈ જાય છે. છોકરાના લગ્ન 12 થી 16 વર્ષની ઉંમરે થાય છે. જો આમાં વિલંબ થશે તો ન તો છોકરીને છોકરો મળશે અને ન છોકરાને યોગ્ય ઉંમરની છોકરી મળશે. જો કે લગ્ન પછી તરત છોકરી સાસરે નથી મોકલાતી.












Click it and Unblock the Notifications
