અહીં પત્ની માટે ઢોરની જેેમ માર ખાય છે પુરૂષો, લગ્ન માટે વેઠવી પડે છે આકરી પીડા
આ દુનિયામાં હજારોની સંખ્યામાં જનજાતિઓ નિવાસ કરે છે. આ જનજાતિઓ તેમની પરંપરાઓ માટે જાણીતી છે. આવી જ એક પરંપરા આફ્રિકામાં જોવા મળે છે.
આફ્રિકામાં હજુ એવી અનેક જાતિઓ વસે છે જેમની માન્યતાઓ લોકોને આશ્ચર્યમાં મુકે છે. આવી જ એક જનજાતિ ફુલાની જનજાતિ છે.

અહેવાલો અનુસાર, ફુલાની જનજાતિ પશ્ચિમ આફ્રિકાના ઘણા દેશોમાં જોવા મળે છે. આ જનજાતિમાં શારો ફેસ્ટિવલ નામનો તહેવાર હોય છે જેમાં પુરુષોને માર મારવામાં આવે છે.
આ ફેસ્ટિવલમાં નક્કી કરવામાં આવશે કે કયા પુરુષને તેની પસંદગીની પત્ની મળશે. અહીં પુરુષોને માર ખાવો એ ગર્વ અને સન્માનની વાત માનવામાં આવે છે.
આ ફેસ્ટિવલમાં કુવારા પુરુષો ભેગા થાય છે અને પછી વડીલો તેમને લાકડીઓથી માર મારે છે. અન્ય લોકો અને છોકરાઓના પરિવારો તેમને દર્શકોની જેમ નિહાળે છે. પરિવારના સભ્યો એવી અપેક્ષા રાખે છે કે છોકરો માર ખાવા માટે અસમર્થ ન હોય.
જો આમ થાય તો પરિવારની ઈજ્જત જાય છે. જો છોકરો પીડાને કારણે માર સહન ન કરી શકે તો તેને કમજોર માનવામાં આવે છે અને છોકરી તેમજ તેના પરિવારના સભ્યો તેને યોગ્ય વર નથી માનતા.
માર મારવા પાછળનું કારણ એ છે કે તે જેટલી પીડા સહન કરશે તેટલો તેની ભાવિ પત્ની પ્રત્યેનો પ્રેમ વધશે. માનવામાં આવે છે કે પીડા સહન કરીને પુરુષો દર્શાવે છે કે તે છોકરીને ખૂબ પ્રેમ કરે છે અને તેના માટે કોઈપણ હદ સુધી પીડા સહન કરી શકે છે.
આવું માત્ર એક છોકરા સાથે જ નહીં પણ એક સાથે ઘણા છોકરાઓ સાથે થાય છે. ઘણી વખત આ સ્પર્ધા માત્ર એક છોકરી માટે હોય છે. ઘણા સ્પર્ધકો એક છોકરી મેળવવા માટે ભેગા થાય છે અને જે જીતે છે તે છોકરીનો પતિ બને છે.
વિજેતા છોકરો તેની પસંદગીની છોકરીને પસંદ કરી શકે છે. તેમના શરીર પર પડેલા ઘાને તેમની બહાદુરીનું પ્રતિક માનવામાં આવે છે. હવે ધીરે ધીરે આ માન્યતાનો અંત આવી રહ્યો છે. આ એક મુસ્લિમ આદિજાતિ છે અને તે માને છે કે આવું કરવું ઇસ્લામમાં હરામ છે.












Click it and Unblock the Notifications
