અહીં લોકો લગ્ન તુટવાનું દિલ ખોલીને સેલિબ્રેશન કરે છે, યોજાય છે રંગીન પાર્ટીઓ

સામાન્ય રીતે પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે ભવ્ય આયોજન કરતા હોય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે એક દેશમાં લોકો લગ્ન તુટવાથી વધુ ખુશ થાય છે અને રંગીન પાર્ટીઓ યોજે છે.

ભારત જેવા દેશોમાં આજે પણ છૂટાછેડા જેવી વસ્તુને સ્વીકારી શકાતી નથી ત્યારે પાડોશી દેશ ચીનમાં સ્થિતી એકદમ વિપરીત છે. અહીં યુવાન યુગલો છૂટાછેડા થતાંની સાથે જ પાર્ટી ઉજવવાનું શરૂ કરે છે.

Divorce Party

આ પાર્ટી કોઈ જેવી તેવી નથી હોતી, લગ્ન જેવી મોંઘી અને ભવ્ય હોય છે. લોકો માત્ર પાર્ટીઓ જ નથી યોજતા પરંતુ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ જાહેર કરે છે કે તેઓ હવે સિંગલ છે.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક અહેવાલ અનુસાર, સોંગ નામની મહિલાએ જૂનમાં ગુઆંગડોંગ પ્રાંતમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી માટે ફોટોગ્રાફરને હાયર કરવામાં આવ્યો હતો અને લોકો માટે ડાન્સ, સંગીત અને ખાવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પાર્ટી તેના 4 વર્ષ જૂના લગ્નના અંતની ઉજવણી માટે યોજવામાં આવી હતી. પાર્ટીમાં લાલ થીમ હતી અને તેના મિત્રોએ ફરી એકવાર મહિલાને સિંગલ હોવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. બધાએ સાથે મળીને બ્રેક અપ ગીત પણ ગાયું.

આ મહિલા 34 વર્ષની છે અને તેણે તેના પૂર્વ પતિને પણ પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. અહીં તેઓએ એકબીજાથી અલગ થવાનું સર્ટીફિકેટ પણ મેળવ્યુ. તેના જેવી અન્ય મહિલાઓ આ રીતે થ્રો પાર્ટીઓ કરે છે.

એક ફોટોગ્રાફર જણાવે છે કે, તેણે પોતે આવી 7 ઘટનાઓને કવર કરી છે. સોશિયલ મીડિયા પર પણ આ તસવીરોને 70-80 લાખ વ્યૂઝ મળે છે.

જણાવી દઈએ કે, ચીનમાં છૂટાછેડાના કેસ સતત વધી રહ્યા છે અને ત્યાંની સરકાર આનાથી સૌથી વધુ પરેશાન છે. ચીનમાં યુવાનોની ઘટતી જતી વસ્તી સરકાર માટે એક પડકાર છે ત્યારે નવા યુગલો સાથે રહેવા તૈયાર નથી અને એકલા બાળકને જન્મ આપે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X