પૃથ્વીની ચંદ્ર કેટલો દુર? આવી રીતે ચંદ્ર પર પહોંચશે ભારતનું ચંદ્રયાન 3
ભારતે તેના ચંદ્રયાન 3 મિશનને રવાના કર્યુ છે અને તેને સાઉથ પોલ પર ઉતારવાની યોજના છે. ભારતનું આ ચંદ્રયાન 40 દિવસની સફર બાદ ચંદ્ર પર પહોંચશે. જો કે હવે તમને સવાલ થતો હશે કે ચંદ્ર પૃથ્વીથી કેટલો દુર છે તો આજે અમે તમને તેના વિશે વિગતે જણાવીશુ.
જણાવી દઈએ કે, પૃથ્વીથી ચંદ્રનું અંતર 384400 કિલોમિટર છે. ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર પ્રાકૃતિક ઉપગ્રહ છે. સૌરમંડળનો પાંચમો ઉપગ્રહ ચંદ્ર તેનામાં ઘણા રહસ્યો છુપાવીને બેઠો છે. 40 દિવસની સફર બાદ ભારતનું ચંદ્રયાન આ રહસ્યો પરથી પરદો ઉઠાવશે.

ચાંદનો આકાર એક બોલ જેવો છે અને તે એકદમ ગોળ દેખાય છે. ચંદ્રની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની પાસે પોતાનું કોઈ વાતાવરણ કે પ્રકાશ નથી. તે સુર્યના પ્રકાશને પરાવર્તિત કરવાને કારણે પ્રકાશિત દેખાય છે. ચંદ્રથી પૃથ્વીનું અંતર પૃથ્વીના વ્યાસ કરતા 30 ગણુ વધારે છે.
ચંદ્ર પૃથ્વી ફરતે ચક્કર લગાવે છે. જો કે ચૌકાવનારી બાબત એ પણ છે કે ચંદ્ર પૃથ્વીને કેન્દ્ર બનાવીને ચક્કર નથી લગાવતો. આ જ કારણ છે કે તેના ભ્રમણની સ્થિતી સમયે સમયે બદલાતી રહે છે. ચંદ્ર પૃથ્વી ફરતે અંડાકાર રીતે ચક્કર લગાવે છે.
ચંદ્રની આવી ભ્રમણ કક્ષાને કારણે એક સ્થિતી એવી સર્જાય છે જ્યારે તે પૃથ્વીથી એકદમ નજીક આવી જાય છે. આ સમયને પેરીજી કહેવાય છે. પેરીજી પર ચંદ્ર અને પૃથ્વીનું અંતર માત્ર 363,104 કિલોમીટર રહી જાય છે. હવે ભારતનું વિક્રમ લેન્ડર પૃથ્વી અને ચંદ્રના અંતરનું સટીક માપ લગાવશે.












Click it and Unblock the Notifications
