આ છે ભોપાલનો અનોખો તાજમહેલ, અંગ્રેજો પણ તોડી ન શક્યા!

Written By:
Subscribe to Oneindia News

તાજમહેલનું નામ આવતા જ  લોકોને સૌથી પહેલા આગ્રાનો તાજમહેલ જ યાદ આવે. પરંતુ અમે આજે તેમને એક એવા તાજમહેલની વાત કરવાના છીએ જેને અંગ્રેજો પણ નહોતા તોડી શક્યા, 100 ગોળીઓ મારવા છતાં અંગ્રેજો આ તાજમહેલનો એક કાચ પણ નહોતા તોડી શક્યા. જી હા, પરંતુ આ આગ્રાનો તાજમહેલ નથી, અમે જે તાજમહેલની વાત કરી રહ્યાં છીએ તે ભોપાલમાં આવેલો છે. જેને ત્યાંના લોકો તાજમહેલ તરીકે પણ ઓળખે છે. આ મહેલનો ઇતિહાસ જેટલો રસપ્રદ છે તેટલી જ મોહક તેની કલાકૃતિ છે. આ મહેલ મુગલ કાળનો છે, તેમાં કોઇ મકબરો નથી. આ મહેલ રાણીએ પોતાના રહેવા માટે બનાવડાવ્યો હતો અને એ રાણીનું નામ હતું શાહજહાં બેગમ.

તાજમહેલનું બાંધકામ

તાજમહેલનું બાંધકામ

રાણીએ આ મહેલ પોતાના નિવાસ માટે બનાવડાવ્યો હતો. આ તાજમહેલમાં હજારોની સંખ્યામાં રૂમ આવેલા છે. તે ઉપરાંત તેમાં આઠ મોટા ઓરડા આવેલા છે. એ ઓરડાનો ઉપયોગ મોટી સભા અને કોઇ શાહી દાવત માટે કરાતો હતો. આ મહેલનું બાંધકામ 1871માં શરૂ થયુ હતું, જે ઇ.સ. 1884માં પૂર્ણ થયુ હતું.

બેગમના નામથી જાણીતો મહેલ

બેગમના નામથી જાણીતો મહેલ

તે સમયની ભોપલની રાણીએ તેનું નામ રાજમહેલ રાખ્યું હતું. પરંતુ તે એટલો સુંદર હતો કે લોકો તેને તાજમહેલ કહીને ઓળખતા હતા. આ મહેલની બાજી એક ખાસિયત એ પણ છે તેને બહારથી જોતા તે પાંચ માળનો લાગે છે અને અંદરથી તે ત્રણ માળનો છે. આ મહેલ બની ગયા બાદ ભોપલની બેગેમ તેની ઉજવણી પુરા ત્રણ વર્ષ કરી હતી. ભોપાલનો શાહજહાબાદ વિસ્તાર પણ આ બેગમના નામ પરથી બન્યો છે.

આ મહેલની ખાસ વાત

આ મહેલની ખાસ વાત

આ મહેલની સૌથી ખાસ વાત તેનો દરવાજો છો. આ દરવાજાનું વજન 1 ટનથી પણ વધારે છે. ઘણા હાથીઓ ભેગા મળીને તેને તોડવાનો પ્રયત્ન કરે તો પણ તેને તોડી શકાય તેમ નથી. આ ઉપરાંત તે એટલો વિશાળ છે કે, એક સાથે 16 ઘોડાની બગીઓ દરવાજા પાસે પૂરું ગોળ ચક્કર મારી શકે છે. દરવાજાના કોતરકામમાં રંગીન કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આથી તેને શીશમહેલ પણ કહેવામાં આવે છે. આ મહેલ ફરવા માટે લોકોએ આ દરવાજા પાસે પોતાનું માથુ નામાવીને નીકળવુ પડે છે.

અંગ્રેજ ઓફિસરે માથુ ન નમાવ્યુ

અંગ્રેજ ઓફિસરે માથુ ન નમાવ્યુ

એક વખત એક અંગ્રેજ ઓફિસરને તે મહેલમાં જવાનું થયું. મહેલમાં જવા માટે દરવાજા પાસે માથુ નમાવીને જવું પડે, પરંતુ અંગ્રેજ ઓફિસરને આ વાત ગમી નહીં.આથી, તેણે રાણીને એ દરવાજો અને કાચ હટાવવા કહ્યું, પણ રાણી એ તેમનો આદેશ માન્યો નહીં. ગુસ્સામાં આવી એ ઓફિસરે કાચ અને દરવાજા પર 100 વખત ગોળીબાર કર્યો. પરંતુ કાચ કે દરવાજાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયું.

English summary
However, unlike Mughal emperor Shah Jahan, the Taj Mahal of Bhopal was built as the Begum's residence, not as a mausoleum for her spouse.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.