For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ દેશમાં હવેથી જાહેર સ્થળે ઊંઘવું કાનૂની ગુનો થશે

હંગેરીમાં હવે જાહેર સ્થળે જો કોઇ બેઘર ઊંઘ લેતા પકડાય છે તો અહીં કાયદેસરનો ગુનો થશે અને તેને તેના માટે સજા પણ મળી શકે છે.

|
Google Oneindia Gujarati News

હંગેરીમાં હવે જાહેર સ્થળે જો કોઇ બેઘર ઊંઘ લેતા પકડાય છે તો અહીં કાયદેસરનો ગુનો થશે અને તેને તેના માટે સજા પણ મળી શકે છે. હંગેરીમાં આ નવો કાયદો વિક્ટર ઓર્બન સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે, જે સોમવારથી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. બુડાપોસ્ટ સંસદમાં આ વર્ષે જૂનમાં આ કાયદો પસાર થયો હતો, જે મુજબ જાહેર સ્થળોએ ઊંઘ લેતા લોકોને દૂર કરવા પોલીસની જવાબદારી રહેશે. સરકારના કહેવા પ્રમાણે, તેમણે આ નિર્ણય લોકોના હિતમાં લીધો છે.

sleeping in public

હંગેરીયન સરકારના આ નિર્ણયથી માનવ અધિકાર સંસ્થાઓ દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો છે, અને સંયુક્ત રાષ્ટ્રએ તેને 'ક્રૂર' કેહતા લોકોના હકોનું ઉલ્લંઘન કહ્યું છે. હંગેરીના સમાજ બાબતોના રાજ્ય સચિવે જણાવ્યું હતું કે, 'તે સુનિશ્ચિત છે કે રાત્રીમાં બેઘર લોકો શેરીઓમાં રહેશે નહીં, જેથી સામાન્ય નાગરિકો જાહેર સ્થળનો ઉપયોગ કરી શકે.'

આ પણ વાંચો: થાઈલેન્ડનું આ ડરામણું મંદિર નરકથી ઓછું નથી, ફોટા જોઈને રૂંવાડા ઉભા થઈ જશે

હંગરીમાં લગભગ 11,000 સ્થળોએ બેઘર લોકો માટે આશ્રયસ્થળ છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે સમગ્ર દેશમાં 20,000 લોકો બેઘર છે. સરકારે પોતાના બચાવમાં કહ્યું છે કે તેઓ બેઘર લોકો માટે ફંડિંગ વધારી રહ્યા છે. સરકારે કહ્યું છે કે તેઓ આ લોકો સાથે સન્માનિત રીતે વ્યવહાર કરે છે. તેમણે જણાવ્યું હતું કે, 'બેઘર લોકો માટે દિવસ અને રાતમાં રહેવા અને ખાવા માટે જગ્યા મળી રહી છે, જ્યાં તેઓ જાતે જ સાફ સફાઈ કરીને ઊંઘી શકે છે.'

આ પણ વાંચો: એક એવું શહેર જ્યાં કરોળિયા કરે છે રાજ, જુઓ તસવીરો

જૂનમાં યુએન નિષ્ણાત લિલાની ફરાહએ હંગરી સરકારના આ નિર્ણયને ક્રૂર જણાવતા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદાનું ઉલ્લંઘન જણાવ્યું હતું. ગયા મહિને યુરોપિયન સંસદે હંગરિયન સરકાર વિરુદ્ધ પગલાં લેવાનું પસંદ કર્યું હતું.

English summary
Hungary bans sleeping in public place, UN calls it's Cruel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X