ચંદ્રની સપાટી પર પાણી મળ્યુ તો તેનો ઉપયોગ પીવા માટે નહીં પરંતુ આ કામ માટે કરાશે, જાણો શું કહ્યું વૈજ્ઞાનિકોએ?
ભારતના ચંદ્રયાન 3 ના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર ઉતરતા જ દુનિયાની અપેક્ષાઓ વધારી દીધી છે. હવે ભારતનું ચંદ્રયાન સાઉથ પોલ પર પાણી હાજરી વિશે રિસર્ચ કરશે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે જો પાણી મળ્યુ તો તેનો ઉપયોગ પીવા માટે નહીં વૈજ્ઞાનિકો બીજા કામ માટે સૌથી પહેલા કરશે.
ભારતના યંદ્રયાન 1 દરમિયાન પાણી હોવાની સંભાવના જણાવી દીધી હતી ત્યારે હવે ચંદ્રયાન-3 પાસેથી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરથી પાણી શોધીને દુનિયાને ચૌકાવી દેશે. જો ભારત આ વખતે ચંદ્ર પરના પાણી અંગે કોઈ ખુલાસો કરશે તો ઈસરોની આ ઉપબલ્ધિ દુનિયાને નવો રસ્તો આપશે.

જો કે વૈજ્ઞાનિકો ચંદ્ર પર પાણીની અપેક્ષાઓને લઈને કહી રહ્યા છે કે ચંદ્ર પર જે પાણી હશે તો તે પીવાલાયક નહીં હોય. હવે પ્રશ્ન એ છે કે ત્યાં કેવું પાણી હશે અને તે પાણીનો શું ઉપયોગ થશે?
ભારતના ચંદ્રયાન 1 ઓર્બિટર મિશનના ડેટાના આ આધારે નાસાના એક રિપોર્ટમાં કહેવાયુ છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોટી માત્રામાં બરફ છે. આ સ્થિતિમાં જો બરફના પુરાવા મળે તો પાણી પણ મળી શકે છે. આ પહેલા પણ કેટલાક રિપોર્ટમાં પાણી હોવાના સંકેત મળ્યા છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો ચંદ્ર પર 600 અબજ કિલો પાણી હોઈ શકે છે, જે લગભગ 2.5 લાખ સ્વિમિંગ પૂલ જેટલું છે.
હવે મહત્વનો સવાલ એ છે કે જો ચંદ્ર પર પાણી છે તો તે શું પીવાલાયક હશે? ચંદ્ર પર સૂર્ય તરફ ઉત્સર્જિત પ્રોટોન ચંદ્રની સપાટી પર આવતા રહે છે. આમાંના કેટલાક પ્રોટોન ચંદ્રની જમીનમાં ઓક્સિજનના પરમાણુઓ સાથે જોડાઈને પાણી બની જાય છે. આ તે પ્રકારનું પાણી છે જે પૃથ્વી પર પીવા માટે ઉપલબ્ધ છે અને આ પાણી પણ ઘણું ઓછું છે. આ જ કારણ છે કે ચંદ્રની માટી હજી પણ પૃથ્વી પરના વિવિધ રણ કરતાં પણ વધારે સુકી છે.
હવે બીજો સવાલ એ છે કે ચંદ્ર પરનું પાણી પીવાલાયક નથી તો તેનો શું ઉપયોગ થશે? તો આ સવાલનો જવાબ છે સંશોધન માટે. જ્યારે પાણી પર સંશોધન કરવામાં આવે છે ત્યારે તે જાણી શકાય છે કે પાણીનું ભવિષ્ય શું હોઈ શકે છે. આ સાથે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને વિદ્યુત વિચ્છેદન દ્વારા આ પાણીમાંથી ઘણા તત્વોને અલગ કરી શકાય છે અને ચંદ્ર પર જીવન વિશે વિચારી શકાય છે.
આ ઉપરાંત પાણી પરના અન્ય ઘણા સંશોધનો સાથે તેના તત્વોમાંથી હાઇડ્રોજન, ઓક્સિજન વગેરે રોકેટ ઇંધણ માટે ઉપલબ્ધ કરાવી શકાય છે અને તેમાં મળી આવતા અન્ય ખનીજો વિશે પણ માહિતી મેળવી શકાય છે.












Click it and Unblock the Notifications
