પત્ની સાથે ચીટિંગ કરતા પકડાયા તો જઈ શકે છે નોકરી, જાણો ક્યાં છે આવો વિચિત્ર નિયમ?
સામાન્ય રીતે તમે કોઈ નોકરી કરો તો તમને કોન્ટ્રાક્ટ સાથે કંપની પોલીસીને અનુસરવા કહેવામાં આવી શકે છે. આમાં કર્મચારીઓને કેટલીક બાબતો ન કરવા જણાવવામાં આવે છે. જો કે હવે એક એવી કંપની પોલીસી વાયરલ થઈ રહી છે જેમાં પુરૂષો એક્સ્ટ્રા મેરીટલ અફેર કરતા પકડાય તો તેની નોકરી પણ જઈ શકે છે.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક અહેવાલથી આ કંપનીની પોલીસીનો ખુલાસો થયો છે. આ વિચિત્ર કંપની એક ચીની કંપની છે. કંપનીએ પોતાના કર્મચારીઓને આદેશ કર્યો છે કે જો તે એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં પકડાયા તો તેમની નોકરી જઈ શકે છે.

કંપનીએ એક્સ્ટ્રા મેરિટલ અફેર પર પ્રતિબંધનો આ નિયમ તમામ સ્તરના કર્મચારીઓ માટે લાગુ કર્યો છે. કંપની અનુસાર, એક્સ્ટ્રા મેરીટલ અફેર પર પ્રતિબંધ મૂકવાનો નિયમ સંસ્થાના આંતરિક સંચાલનને મજબૂત કરવા માટે લાવવામાં આવ્યો છે.
કંપનીના જણાવ્યા અનુસાર, કોર્પોરેટ કંપનીઓમાં વ્યક્તિએ પરિવાર પ્રત્યે વફાદાર રહેવું પડે છે. પરિવારની સલામતી વિશે વિચારવું જરૂરી છે. આ સિવાય કંપનીએ છૂટાછેડા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
કંપનીને આ નિયમ યોગ્ય અને સમજ સાથે લેવાયેલો નિર્ણય લાગી રહ્યો છે. જો કે બીજી તરફ કર્મચારીઓને સમજાતું નથી કે કંપનીને આ નિયમ બનાવવાની જરૂર કેમ પડી.












Click it and Unblock the Notifications
