ટ્રેન અથવા પ્લેટફોર્મ પર રીલ્સ બનાવી રહ્યા છો તો જાણી લો આ નિયમ, જાવુ પડી શકે છે જેલ

લોકો સોશિયલ મીડિયા પાછળ દિવાના છે અને સતત રીલ્સ તેમજ સેલ્ફી લેતા રહે છે. ઘણા લોકો રેલવે સહિતની જાહેર જગ્યાઓએ પણ રીલ બનાવતા જોવા મળે છે. જો કે તમે એ નહીં જાણતા હોય કે રેલવે અને રેલવે પ્લેટફોર્મ પર રીલ બનાવવા પર જેલ પણ થઈ શકે છે.

છેલ્લા કેટલાક સમયમાં લોકો રેલવે અને પ્લેટફોર્મ પર રીલ સેલ્ફી અને રીલના ચક્કરમાં જીવ ગુમાવી ચુક્યાની પણ ઘટનાઓ સામે આવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ રેલવે અથવા રેલવે પ્લેટફોર્મ પર રીલ બનાવવી એ ટિકિટ વગર મુસાફરી કરવા જેવો જ અપરાધ છે અને આમ કરવા પર દંડ અને જેલ પણ થઈ શકે છે.

Rail

હાલમાં જ બિહારના માનપુર જંકશન રેલ્વે સ્ટેશન પર એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આ યુવક પ્લેટફોર્મ પર સ્ટંટ વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો. હવે તેના પર કાર્યવાહી થઈ રહી છે.

રેલ્વે એક્ટ 1989ની કલમ 145 અને 147 હેઠળ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે અથવા પ્લેટફોર્મની બાજુમાં જીવના જોખમે સેલ્ફી લેવી, રીલ લેવી અથવા વિડિયો રેકોર્ડ કરવો એ સજાને પાત્ર ગણાય છે.

આ ગુના બદલ ઓછામાં ઓછા એક હજાર રૂપિયાનો દંડ અને 6 મહિનાની જેલની જોગવાઈ છે. જો તમે રેલવે પ્લેટફોર્મના કિનારે બનેલી પીળી લાઇન પાર કરો તો 500 રૂપિયાનો દંડ થઈ શકે છે. સાથે જ એક મહિના માટે જેલમાં જવું પડી શકે છે. રેલવે એક્ટની કલમ 147 હેઠળ ટ્રેક ક્રોસિંગ એક ગુનો છે.

આ સિવાય ટ્રેનમાં ધૂમ્રપાન કરવું એ ગુનો છે. ટ્રેનથી લઈને કોચ સુધી ટોયલેટમાં પણ સિગારેટ કે બીડી પીવી એ ગુનો મનાય છે. રેલ્વે એક્ટની કલમ 167 હેઠળ ટ્રેનમાં ધૂમ્રપાન કરવું એ ગુનો છે. મુસાફર વાંધો ઉઠાવે અથવા પકડાય તો તેના પર 100 થી 500 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

અન્ય વસ્તુઓની વાત કરીએ તો, એલપીજી સિલિન્ડર, એસિડ, ફટાકડા અને જ્વલનશીલ પદાર્થો ટ્રેનમાં પ્રતિબંધિત છે. તેની સાથે મુસાફરી કરવી એ રેલવે એક્ટ 1989ની કલમ 165 હેઠળ ગુનો છે. આ માટે 1000 રૂપિયા સુધીનો દંડ અને 3 વર્ષની સજા થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X