રેલવેના પાટા પર રૂપિયાનો સિક્કો રાખો તો ટ્રેન પલ્ટી જાય? જાણો શું છે હકિકત?
દુનિયાના સૌથી મોટા રેલ નેટવર્કમાંથી એક ભારતમાં છે. ભારતની રેલવે ઘણી બધી બાબતોમાં ખાસ છે. એમાં એક બાબક રેલ અકસ્માત પણ છે. રેલવે સાથે જોડાયેલા ઘણા એવા ફેક્ટ છે જેના વિશે બહુ ઓછાને ખબર છે.
નાના હતા ત્યારે એવી વાતો સાંભળી હશે કે રેલવેના પાટા પણ રૂપિયાનો સિક્કો રાખો તો રેલ પલટી જાય. કેટલાક લોકોને એવુ પણ કહેતા સાંભળ્યા હશે કે રેલવેના પાટા પણ સિક્કો રાખવાથી રેલ રોલાઈ જાય છે. પરંતુ આ વિશે હકિકત સાવ અલગ જ છે.

અહીં તમને જણાવી દઈએ કે, ટ્રેન પાટા પરથી ઉતરી જવા પાછળ ઘણા કારણો હોય છે. આમાં અથડામણ, ઓપરેશનલ એરર, યાંત્રિક નિષ્ફળતા વગેરેનો સમાવેશ થાય છે. ઘણી વખત મોટી ઘટનાને રોકવા માટેઇમરજન્સી બ્રેક લગાવવાથી પણ ટ્રેન પાટા પરથી ઉતરી જતી હોય છે.
જો કે સિક્કાની વાત છે તો સિક્કાથી સાથે અકસ્માતની કોઈ શક્યતા નથી. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો તે વજન અને ગતિના સિદ્ધાંતની રમત છે. આમાં સિક્કો એક જગ્યાએ રહે છે અને ટ્રેન ખૂબ જ ઝડપે દોડે છે. અહીં ટ્રેનનું વજન ટનમાં છે અને સિક્કાનું વજન 10 ગ્રામ પણ નથી.
આ સ્થિતિમાં ટ્રેન વધુ ઝડપે દોડે છે ત્યારે સિક્કો સ્થિર રહે છે અને તે ગતિ સામે હલકો સાબિત થાય છે. સ્પષ્ટ છે કે ટ્રેનના ટ્રેકમાં કોઈ ફેરફાર થતો નથી અને કોઈ સમસ્યા આવતી નથી. આનાથી એ સાબિત થાય છે કે ટ્રેનને સિક્કાથી કોઈ ફરક પડતો નથી.












Click it and Unblock the Notifications
