દુનિયા ફરવાનો શોખ છે તો અજીબ કાયદા સમયસર જાણી લો, નહીં તો થઈ શકે છે મુશ્કેલી
દુનિયામાં ઘણા લોકોને હરવા ફરવાનો શોખ હોય છે. આવા લોકો દુનિયાના વિવધ દેશોમાં ફરવા માટે જતા રહે છે. દુનિયા ફરવાનો શોખ હોય તો તમારે જે દેશમાં જઈ રહ્યા હોય ત્યાના કાયદા કાનૂન વિશે જાણી લેવુ જરૂરી છે.
જો તમે જે દેશમાં જઈ રહ્યા છો ત્યાંના કાયદાથી વાકેફ નથી તો ક્યારેક ખોટી જગ્યાએ ફસાઈ શકે છે. આજે અમે તમને દુનિયાના કેટલાક અજીબ કાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ કાયદા ક્યારેક અજાણતા મોટી મુશ્કેલી નોતરી શકે છે.

મલાગા રિસોર્ટ - સ્પેન
આ લિસ્ટમાં પહેલું નામ સ્પેનના મલાગા રિસોર્ટનું છે. નાઈટલાઈફ માટે ફેમસ આ જગ્યામાં સ્થાનિકોને પ્રવાસીઓનું બિંદાસ્ત વર્તન પસંદ આવતુ નથી. અહીં આપત્તિજનક કપડા પહેરવા કે આપત્તિજનક વર્તન કરવા માટે મોટો દંડ ફટકારવામાં આવે છે. આ સિવાય સ્પેનના ટેનેરાઈફમાં રખડતા પ્રાણીઓને ખવડાવવા પર 66 હજાર સુધીનો દંડ થઈ શકે છે.
એથેન્સ - ગ્રીસ
ગ્રીસની રાજધાની એથેન્સમાં કેટલીક જગ્યાએ પ્રવાસીઓને હાઈ હીલ પહેરવાની મનાઈ છે. એક્રોપોલિસ, એપિડોરસ થિયેટર અને પેલોપોનીસ વિસ્તારમાં ટુરિસ્ટને હાઈ હિલ પહેરવાની મનાઈ છે. 2009માં આ બેન એટલે લાગુ કરાયો છે કારણ કે પોઈન્ટી ફૂટવેર પ્રાચીન વારસાને નુકસાન પહોંચાડી રહ્યા હતા. અહીં આવતા લોકો સોફ્ટ સોલ્ડ શૂઝ જ પહેરી શકે છે.
થાઈલેન્ડ
જો થાઈલેન્ડ ફરવા જઈ રહ્યા છો તો આ ખાસ નિયમ વિશે અવશ્ય જાણી લેવુ જોઈએ. જો તમે ભુલથી થાઈલેન્ડની કરંસી પર પગ મુકી દેશો તો 15 વર્ષની જેલ પણ થઈ શકે છે. થાઈલેન્ડમાં આમ કરવુ મોટો અપરાધ છે.
ઈટાલી
જો તમે ઈટાલી જઈ રહ્યા છો તો આ નિયમ વિશે જાણવુ ખાસ જરૂરી છે. જો તમે અહીં કલાકો સુધી ઉભા રહીને સેલ્ફી લઈ રહ્યા છો તો તમને દંડ થઈ શકે છે. અહીં એક નિયમ છે કે કોઈપણ પર્યટન સ્થળ પર વધુ સમય રોકાઈને ફોટોગ્રાફ્સ લેવા પર £243 એટલે કે 25,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. આ નિયમ સવારે 10:30 થી સાંજે 6 વાગ્યા સુધી લાગુ રહે છે.
ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયામાં જો વ્યક્તિ સાર્વજનિક સ્થળે શપથ લેતા જોવા મળે તો મોટો દંડ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે તો તેને 35 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં 68 હજાર સુધીનો દંડ તેમજ 3 મહિનાની જેલ થઈ શકે છે.
દુબઈ
દુબઈ આવતા પ્રવાસીઓને સાર્વજનિક સ્થળોએ હગ કરવા, કિસ કરવા અને પ્રેમ દર્શાવવાની મંજૂરી નથી. ખાસ કરીને અહીં આવતા કપલે આનું ધ્યાન રાખવું પડે છે.
ફ્રાન્સ
પોતાની વિશેષતાઓને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષતા ફ્રાન્સમાં પણ કેટલાક નિયમો છે. ફ્રાન્સમાં રેલ્વે સ્ટેશનો પર કિસ કરવા પર પ્રતિબંધ છે.












Click it and Unblock the Notifications
