આ ગામમાં બાળકોને સ્માર્ટ ફોનથી દુર રાખવા માટે બનાવાયા છે વિશેષ નિયમો, જાણીને તમે પણ અમલ કરવા લાગશો
ભારત સહિત દુનિયાભરમાં હવે સ્માર્ટ ફોન એક સમસ્યાઓ બની રહ્યો છે. ખાસ કરીને બાળકો સ્માર્ટ ફોનમાં વ્યસ્ત રહીને શિક્ષણમાં નબળા પડી રહ્યા છે. આ જ કારણ છે કે એક ગામમાં એવા નિયમો બનાવાયા છે જેની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.
દુનિયાભરમાં બાળકોને સ્માર્ટ ફોનની દુર રાખવા માટે પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે આ ગામમાં બાળકો માટે ખાસ કેટલાક નિિયમો બનાવાયા છે. આ નિયમોને કારણે માતા-પિતાની તકલીફ ઓછી થઈ ગઈ છે.

હવે નાના લોકો જન્મતાની સાથે જ બાળકોની રીલ બનાવે છે અને તેમને સ્માર્ટ ફોન આપી દે છે ત્યારે યુનાઇટેડ કિંગડમના આ ગામમાં 18 વર્ષની ઉંમર પહેલા કોઈ પણ બાળકને ફોન સાથે ફરવાની છૂટ નથી.
આયર્લેન્ડના કાઉન્ટી વિકલોમાં આવેલુ ગ્રેસ્ટોન નામનું સ્થળ તેના વિશેષ નિયમો માટે જાણીતું છે. અહીં બાળકોના માતા-પિતા ટીમ બનાવીને બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખી રહ્યા છે. અહીં તમામે સાથે મળીને નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી બાળકો મોટા ન થાય ત્યાં સુધી તેમને સ્માર્ટફોન ન આપવામાં આવે.
અહીં ગામની તમામ પ્રાથમિક શાળામાં બાળકોને કોઈપણ સંજોગોમાં ફોન લાવવાની મનાઈ છે. આ પ્રતિબંધને કારણે બાળકો માતા-પિતા પાસેથી ફોનની માંગણી પણ કરી શકતા નથી અને તેમનો સ્ક્રીન ટાઈમ પણ ઓછો થઈ જાય છે. આનાથી માતા-પિતાનો ખર્ચ તો બચી રહ્યો છે અને બાળકોના સ્વાસ્થ્યને પણ સારી અસર થઈ રહી છે.
પહેલા અહીં બાળકો ફોન સાથે શાળાએ આવતા અને જે બાળકો પાસે ફોન ન હતા તેમને હેરાન કરવામાં આવતા. આનાથી એ બાળકો આત્મહત્યા સુધીના પગલા ભરી લેતા હતા.
જણાવી દઈએ કે ઈંગ્લેન્ડની નેશનલ હેલ્થ સિસ્ટમના રિપોર્ટ અનુસાર, કિશોરો 17 થી 19 વર્ષની ઉંમરમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધી વિકૃતિઓથી પીડિત છે, જેમાં ડિજિટલ વ્યસ્તતા મુખ્ય કારણ છે. આ ગામના માતા-પિતાએ ભેગા થઈને સમજૂતી કરી છે અને બાળકોને ફોનથી દુર રાખી રહ્યા છે.












Click it and Unblock the Notifications
