ચેન્નઈમાં 7 વર્ષના બાળકના મોઢામાંથી 526 દાંત કાઢવામાં આવ્યા

મેડિકલ સાયન્સના ઇતિહાસમાં અત્યાર સુધીનો એક દુર્લભ કેસ સામે આવ્યો છે, જેમાં ડૉક્ટરે સર્જરી કરી એ 7 વર્ષના છોકરાના જડબામાંથી 526 દાંત કાઢ્યા.

મેડિકલ સાયન્સના ઇતિહાસમાં અત્યાર સુધીનો એક દુર્લભ કેસ સામે આવ્યો છે, જેમાં ડૉક્ટરે સર્જરી કરી એ 7 વર્ષના છોકરાના જડબામાંથી 526 દાંત કાઢ્યા. આ મામલો ચેન્નઈ સાથે સંબંધિત છે, જ્યાં 7 વર્ષિય રવિન્દ્રન નામના બાળકને જડબાના નીચેના ભાગમાં દુખાવો થવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેના કુટુંબના લોકોને લાગતું હતું કે કદાચ કોઈ દાંત ખરાબ છે.

પરંતુ તપાસ બાદ ખબર પડી કે તે એક દુર્લભ પ્રકારના'કમ્પાઉન્ડ કમ્પોઝિટ્સ ઓડોન્ટોમા' થી લડી રહ્યો છે. જેમાં જડબાના આંતરિક ભાગમાં દાંતનો અસ્વાભાવિક વિકાસ થવા લાગે છે. ખાસ વાત એ છે કે આ દાંત ક્યારેય બહારથી ક્યારેય દેખાતા નહોતા.

આ પણ વાંચો: એક એવું રહસ્યમય ગામ, જ્યાં મનુષ્યથી લઈને પ્રાણી સુધી બધા આંધળા છે

બાળકને 3 વર્ષની ઉંમરથી હતી તકલીફ

બાળકને 3 વર્ષની ઉંમરથી હતી તકલીફ

આ સર્જરી કરનારા પી. સેંથિલનાથને કહ્યું હતું કે, બાળકના માતા-પિતાએ ત્રણ વર્ષનો હતો ત્યારે સૌ પ્રથમ આ સોજો જોયો હતો, પરંતુ તે એટલો બધો ન હતો તેથી તેમણે આ તરફ વધારે ધ્યાન આપ્યું ન હતું. અને બાળક પણ આ વિશે પૂછપરછ કરવા પર વધુ બોલ્યો નહીં. આ પછી, હાલમાં બાળકના નીચલા જડબામાં વધુ સોજો આવ્યાની ફરિયાદ બાદ બાળકને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તમામ તપાસ કર્યા બાદ સર્જરીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સર્જરીના સમયે તબીબોએ શોધી કાઢ્યું કે તેના જડબામાં એક બેગ જેવું બનેલું છે. તેને જડબામાંથી કાઢવામાં આવ્યું. સર્જરી દ્વારા છોકરાના મોંમાંથી નાના, મધ્યમ અને મોટા કદના 200 ગ્રામ સુધીના 526 દાંત કાઢવામાં આવ્યા.

જેનેટિક ડિસઓર્ડર અથવા રેડિએશન હોય શકે છે કારણ

જેનેટિક ડિસઓર્ડર અથવા રેડિએશન હોય શકે છે કારણ

આવા પ્રકારના અસ્વાભાવિક વિકાસનું કારણ ડોકટરોને મળ્યું નથી. કેટલાક માને છે કે આ મોબાઇલ ટાવરના રેડિયેશન અથવા કોઈપણ આનુવંશિક વિકારને કારણે હોઈ શકે છે. સર્જરી પછી, ડોકટરોએ બાળકોના મોંમાં 21 તંદુરસ્ત દાંત છોડી દીધા છે.

આવા કેસો પહેલા પણ આવી ચૂક્યા છે

આવા કેસો પહેલા પણ આવી ચૂક્યા છે

ડોક્ટરોએ કહ્યું કે ઓપરેશન દરમિયાન અમે તેના તંદુરસ્ત દાંત રહેવા દીધા. અસ્વાભાવિક રીતે આવેલા દાંતોને ખૂબ કાળજીપૂર્વક કાઢવામાં આવ્યા હતા. આ પહેલા, આટલા વધુ દાંત મળ્યા ન હતા. આ અગાઉ 2014 માં, છોકરાના મોંમાંથી 232 દાંત કાઢવામાં આવ્યા હતા. ડોકટરોના મતે, વિશ્વનો આ પહેલો કેસ છે જેમાં વ્યક્તિના મોં માંથી ઘણા નાના નાના દાંત કાઢવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X