ભારતના આ ગામમાં લોકો ભેગા મળીને કરાવે છે બે છોકરાઓના લગ્ન, જાણો ક્યાં જોવા મળે છે આ વિચિત્ર પરંપરા?
ભારત વિવિધતાઓને દેશ છે. અહીંના દરેક રાજ્ય અને વિસ્તારના લોકો પોતાની પરંપરાઓ સાથે જીવે છે. પરંપરાઓની વિવિધતા વચ્ચે ભારતમાં લગ્નને લઈને કેટલીક વિચિત્ર પરંપરાઓ પણ જોવા મળે છે. આવી જ એક પરંપરા રાજસ્થાનાં જોવા મળે છે.
ભારતની લગ્ન પરંપરાઓ વિશે દુનિયામાં ખુબ ચર્ચા થાય છે ત્યારે રાજસ્થાનન એક ગામમાં પણ વિચિત્ર પરંપરા જોવા મળે છે. અહીં ગામના લોકો બે છોકરાઓના લગ્ન કરાવે છે અને તેને પુરા ગામમાં ફેરવે છે. આ પરંપરા પાછળ માન્યતાઓ છે.

સાંભળવામાં વિશ્વાસ ન આવે તેવી આ પંરપરા રાજસ્થાનના બડોદિયા ગામમાં જોવા મળે છે. હોળી પહેલા મનાવાતી આ પરંપરામાં ગામના લોકો બે છોકરાઓના લગ્ન એકબીજા સાથે કરાવે છે. ગામના લોકો દર વર્ષે આ પરંપરાનું પાલન કરે છે અને ગામના તમામ લોકોઆ સમારોહમાં જોડાય છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હોળીની આગલી રાત્રે આ પરંપરામાં ળ બે છોકરાઓના લગ્ન કરવામાં આવે છે. બે નાના છોકરાઓને વર-કન્યા બનાવવામાં આવે છે. આ અનોખા લગ્નમાં ગામના તમામ લોકો ભાગ લે છે અને ખૂબ જ મજા કરે છે.
આ લગ્ન માટે વર-કન્યાની પસંદગી પણ ખાસ રીતે કરવામાં આવે છે. ગેરિયા નામે ઓળખાતી આ પ્રક્રિયામાં એવા છોકરાઓની પસંદગી થાય છે જેને જનોઈ ધારણ ન કરી હોય. ત્યારબાદ ગોરિયા સમુદાયના લોકો બંને છોકરાઓએ તમામ નિયમો અનુસાર લગ્ન કરાવે છે. લગ્ન પછી બીજા દિવસે તેમને બળદગાડામાં બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવે છે. ત્યારબાદ હોળીની ઉજવણી કરવામાં આવે છે.
અહીં જોવા મળતી આ વિચિત્ર પરંપરાઓ પાછળ કેટલાક કારણો છે. આ ગામ ઘણા વર્ષોથી બે ભાગમાં વહેંચાયેલું હતું. બંને ગામના લોકો વચ્ચે પ્રેમ જળવાઈ રહે તે માટે આ અનોખી પરંપરા શરૂ કરાઈ. બંને ગામમાંથી એક-એક છોકરાની પસંદગી કરવામાં આવે છે અને લગ્ન કરાવવામાં આવે છે.












Click it and Unblock the Notifications
