For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્યામાં ભ્રષ્ટાચારને રોકવા માટે પોલીસના યુનિફોર્મથી દૂર કરવામાં આવશે ખિસ્સા

કેન્યામાં રાષ્ટ્રપતિ ઉહુરુ મ્યુબાઇ કેન્યાટ્ટાના ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશમાં હવે એક નવી જાહેરાત કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

કેન્યામાં રાષ્ટ્રપતિ ઉહુરુ મ્યુબાઇ કેન્યાટ્ટાના ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશમાં હવે એક નવી જાહેરાત કરવામાં આવી છે. અહીં, હવે પોલીસ દળમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે તેમના યુનિફોર્મમાંથી ખિસ્સા દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી માત્ર અહીં પોલીસ દળને આશ્ચર્ય થયું નથી, પરંતુ આ સમાચાર સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ કેન્યાટ્ટાએ દેશના ભ્રષ્ટાચારને દૂર કરવાના હેતુથી ઘણા મહત્વના નિર્ણયો લીધા છે અને દેશભરમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન તેમના તે નિર્ણયો માંથી એક છે.

આ પણ વાંચો: આ સ્કૂલ આપે છે શિક્ષકોને Love Leave, દર મહિને મળે છે ઇશ્ક ફરમાવાની રજા

આદેશ હજી સુધી લાગુ થયો નથી

આદેશ હજી સુધી લાગુ થયો નથી

અત્યાર સુધી આ આદેશ અમલમાં મુક્યો નથી અને પોલીસ ગણવેશમાંથી ખિસ્સા દૂર કરવા માટેનો આદેશ ક્યારે જાહેર કરશે તે કોઈને ખબર નથી. પરંતુ તેના પર ચર્ચા ચાલુ છે. જો આ દરખાસ્ત અમલમાં મૂકવામાં આવે છે, તો પોલીસ અધિકારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. લોકોનું માનીએ તો પોલીસ અધિકારીઓ કે જેઓ ટ્રાફિકમાં અને પાર્કિંગના સમયે લાંચ લે છે, તેઓને સમજમાં નહીં આવતું હશે કે તેઓ લાંચમાં મળેલી રોકડ ક્યાં રાખશે. તો પોલીસ કમાન્ડની અંદરના સૂત્રોનું કહેવું છે કે અધિકારીઓ યુનિફોર્મને પોકેટ લેસ બનાવવામાં નહીં આવે તેના માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.

ઘણા લોકોએ વિરોધ કર્યો

ઘણા લોકોએ વિરોધ કર્યો

તેઓ કહે છે કે ખિસ્સાથી કોઈ પણ અધિકારીના યુનિફૉર્મને એક અલગ જ લુક મળે છે. કેન્યા પોલીસનો નવો યુનિફૉર્મ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ નવા યુનિફોર્મને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ કહ્યું હતું કે આ નવા યુનિફૉર્મને લોન્ચ કરવા કરતા પોલીસ દળની ઓછી સેલેરી અથવા ખરાબ વર્કિંગ કંડીશન સુધારવા માટે પૈસા ખર્ચવામાં આવ્યા હોત તો સારું હતું. કેન્યાના વડા પ્રધાને પણ આ યુનિફોમૅની ઘણી ટીકા કરી હતી.

ગયા વર્ષે નવો યુનિફોર્મ આવ્યો છે

ગયા વર્ષે નવો યુનિફોર્મ આવ્યો છે

લોકોનું કહેવું હતું કે પોલીસનો જૂનો યુનિફોર્મ વધુ સારો હતો. નવા યુનિફોર્મને વધુ ખિસ્સાઓ હોવાના કારણે ટીકાનો શિકાર થવું પડ્યું હતું. કેન્યાથી નિવૃત્ત થયેલા ઘણા પોલીસ અધિકારીઓ કહે છે કે તેમના જુના યુનિફોર્મ વધુ સારા હતા. યુનિફોર્મમાં ઘણા બધા ખિસ્સા હતા, જેને સૌથી મોટી સમસ્યા જણાવી હતી. એક પોલીસ અધિકારીએ એવું પણ કહ્યું હતું કે યુનિફોર્મમાં ખિસ્સા કોઈ બેગની જેમ છે અને તેનાથી ભ્રષ્ટાચારનો સામનો કરવામાં કોઈ મદદ મળવાની નથી.

વિશ્વની સૌથી ભ્રષ્ટ પોલીસ

વિશ્વની સૌથી ભ્રષ્ટ પોલીસ

છેલ્લા ચાર વર્ષથી કેન્યા પોલીસ ભ્રષ્ટાચારના કેસમાં ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલના ભ્રષ્ટાચાર ઇન્ડેક્સમાં ટૉપ કરી રહી છે. ઘણા પ્રયત્નો કર્યા પછી પણ પોલીસ દળ માંથી ભ્રષ્ટાચાર ઓછો થવાનું નામ જ નથી લેતું. એક પોલીસ અધિકારીએ કહ્યું કે પોલીસના નવા યુનિફોર્મમાં ઘણા ખિસ્સા છે. બ્લેઝરમાં ચાર ખિસ્સા ઉપરાંત, પેન્ટમાં ચાર ખિસ્સા આપવામાં આવ્યાં છે.

English summary
Kenya to remove pockets from police uniforms to fight corruption
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X