For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇઝ મેનથી લઇને ટેટૂ લેડી સુધી દુનિયા અજીબો ગરીબ વ્યક્તિઓ

|
Google Oneindia Gujarati News

કહેવાય છે ને કે શોખ બડી ચીજ હૈ બસ કંઇક તેવા જ અતરંગી અને અજીબો ગરીબ લોકોથી ભરાયેલી છે આ દુનિયા. કેટલાક લોકોને કંઇક હટકે કરવું છે અને આ માટે તે કરે છે ચિત્ર વિચત્ર વસ્તુઓ તો કેટલીક પાસે છે તેવી યુનિક ટેલેન્ટ કે જે તેમને બનાવી દે છે ખાસ. ત્યારે આવા જ કેટલાક અજીબો ગરીબ લોકોથી અમે આજે તમને મેળવશું.

ત્યારે કોણ છે ટેટૂ લેડી અને આઇસ મેન અને કોણ છેલ્લા બે દાયકાથી એરપોર્ટ મેન બનીને બધાને ભ્રમમાં પાડી ચૂક્યું છે તે વિષે વધુ જાણવા માટે વાંચો આ આર્ટીકલ. આ તમામ લોકો છે યુનિક અને તેમની યુનિકનેસે તેમને બનાવી દીધા છે અલગ...

ટેટૂ લેડી

ટેટૂ લેડી

સિન્થિયા માર્ટેલા નામની આ મહિલાના શરીર પર છે સૌથી વધુ ટેટૂ. જો કે 2011ની 29 જૂને તે તેના અપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી હતી. પણ મનાય છે કે તેના પગના તળિયાને છોડીને તેના શરીર પર તેવું કોઇ અંગ નહતું જ્યાં ટેટૂ ના હોય.

19 વર્ષ સુધી મૃત

19 વર્ષ સુધી મૃત

લાલ બિહારી, ભારતના નાનકડા ગામમાંથી આવતા લાલ બિહારીને તેના વિરોધીઓએ મૃત ધોષિત કરી દીધો હતો. અને તેને આ વાતની જાણ 19 વર્ષ બાદ ત્યારે થઇ જ્યારે તે બેંકમાં લોન લેવા માટે ગયો.

મિસ્ટર ફ્રિઝ

મિસ્ટર ફ્રિઝ

વીમ હોફ, આ વ્યક્તિ બરફના પાણીમાં એક કલાક અને 42 મિનિટ સુધી રહેવાનો રેકોર્ડ ધરાવે છે. ખૂબ જ ઠંડા વિષમ તાપમાન પણ વીમનું આ રીતે જીવતા રહેવું કોઇ અજૂબાથી ઓછું નથી.

જ્યારે ભગવાનને આપ્યો હાથ!

જ્યારે ભગવાનને આપ્યો હાથ!

સાધુ અમર ભારતીએ ભગવાન શિવની જય બોલવા માટે આ હાથ ઊંચા કર્યો હતો. અને તે દિવસથી આજ દિવસ સુધી તેમણે કદી આ હાથ નીચો નથી કર્યો. અને તે પાછલા કેટલાય વર્ષોથી ભક્તિ તરીકે તેમનો હાથ આ રીતે ઉપર જ રાખે છે.

14 ઇંચની કમર

14 ઇંચની કમર

મિચેલ કોબકે દુનિયાની સૌથી પતળી કમળ ધરાવે છે હાલ તેની કમર 16 ઇંચની છે. જે માટે તે દરરોજ કોરસેટ પહેરે છે. પણ હવે મિચેલ તેની કમર 14 ઇંચની કરવા ઇચ્છે છે અને તે માટે હાલ તે ભારે મહેનત કરી રહી છે.

ડેરડેવિલ

ડેરડેવિલ

Eskil Ronningsbakken નામનો આ વ્યક્તિ ઊંચા પર્વતોની કોતરો અને ખીણોમાં જઇને અદ્ઘભૂત સ્ટંટ કરે છે. તેના બ્લેન્સિંગ એક્ટને જોઇને ભલ ભલના હાથ પર હલવા લાગે છે.

એરપોર્ટ ગાય

એરપોર્ટ ગાય

મેહરાન કરીમી નસેરીએ બે દાયકા સુધી એરપોર્ટ પર રહીને પોતાનું જીવન પસાર કહ્યું છે. તેનું કહેવું છે કે તે એક ઇરાની શરણાર્થી છે. જે ઓગસ્ટ 1988થી પ્રસ્થાન લોન્ઝમાં રહે છે. અને તેમ છતાં લોકોને તેના હોવાની ભનક લાગતા બે દાયકા જેવો સમય લાગ્યો. બોલો છે ને નવાઇની વાત!

English summary
The world is filled with many weird and bizarre creatures. And by creatures we mean, Man. Humans around the world have been known to be the highly evolved species.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X