અંતરિક્ષમાં હોટલ, 1 દિવસનું ભાડું સાંભળી હોશ ઉડી જશે

Posted By:
Subscribe to Oneindia News

જો તમને નવી નવી જગ્યા પર ફરવાનો શોખ છે તો આજે અમે તમને એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છે જ્યાં રાત રોકાવવા અંગે તમે વિચાર્યું પણ નહીં હોય. તે જગ્યા છે અંતરિક્ષ. હવે તમે પણ અંતરિક્ષમાં રહેવાનો આનંદ લઇ શકો છો. ખરેખર અંતરિક્ષમાં પહેલીવાર હોટલ ખુલી રહી છે. અમેરિકી કંપની ઘ્વારા અંતરિક્ષમાં હોટલ ખોલવા અંગે મન બનાવવામાં આવ્યું છે. વર્ષ 2022 સુધી આ હોટેલનું કામ પૂરું કરી દેવામાં આવશે. તમે આ હોટેલમાં જઈને રહી શકો છો પરંતુ ત્યાં રહેવા માટે તમારે મોટી રકમ ચૂકવવી પડશે.

સ્પેસમાં હોટેલ

સ્પેસમાં હોટેલ

અમેરિકામાં ટેક્સાસ ની કંપની ઓરિયન સ્પેસ ઘ્વારા અંતરિક્ષમાં હોટલ ખોલવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ હોટેલને અયૂરૉરા સ્ટેશન નામ આપવામાં આવ્યું છે. તેના માટે કંપનીએ તૈયારી પણ શરૂ કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે વર્ષ 2021 સુધી આ હોટલ બનીને તૈયાર થઇ જશે. જ્યારે વર્ષ 2022 દરમિયાન આ હોટેલ લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે.

12 દિવસની યાત્રા

12 દિવસની યાત્રા

આ હોટેલમાં કોઈ જ ભીડ નહીં હોય કારણકે તેમાં ખાલી 2 ક્રૂ મેમ્બર અને ચાર યાત્રીઓ માટે જગ્યા હશે. આ હોટેલમાં પહોંચવામાં અને પાછા આવવામાં લગભગ 12 દિવસો જેટલો સમય લાગશે. એટલે કે તમારી યાત્રા 12 દિવસની રહેશે.

કેટલો ખર્ચ લાગશે

કેટલો ખર્ચ લાગશે

ઓરિયન સ્પેસ વેબસાઈટ અનુસાર સ્પેસ હોટેલમાં રાત વિતાવવા માટે મોટી રકમ આપવી પડશે. તમારે હોટેલમાં જવા માટે 9.5 મિલિયન ડોલર એટલે કે 61 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડશે. આ હિસાબે જોવા જઇયે તો એક રાત માટે 5 કરોડ રૂપિયા ખર્ચ આવશે. આ યાત્રા માટે તમારે એડવાન્સ બુકિંગ કરવી પડશે જેમાં 51 લાખ રૂપિયા તમારે એડવાન્સ બુકિંગ રૂપે આપવા પડશે. આ એડવાન્સ બુકિંગ રકમ તમને યાત્રાથી પાછા આવ્યા પછી આપી દેવામાં આવશે.

English summary
With all the madness going on here on Earth, have you ever thought about going into space? Well, for a couple million dollars, you might be able to check off that bucket list-worthy to-do in the next four years.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.