સલામ! મળો દાઢી વાળી મોડેલ હરનામ કૌરને

અનેક મહિલાઓ અણગમતા વાળની પરેશાની પીડાય છે પણ કોઇ પણ મહિલામાં તેવું સહાસ નથી જેવું સહાસ હરનામ કૌરમાં છે. સામાન્ય રીતે જ્યારે કોઇ મહિલાઓ હાર્મોનલ ડિસબેલન્સના કારણે અણગમતા વાળની પરેશાની પીડાય છે ત્યારે તે કાં તો બ્યૂટીપાર્લર કે પછી લેસર સર્જરીનો ઉપોયગ કરે છે. અને સંપૂર્ણ પ્રયાસ કરે છે કે કોઇને પણ તેના આ અણગમતા વાળ અને તેની મુશ્કેલી વિષે જાણ ના થાય. પણ હરનામ કૌરે આવું કંઇ પણ કરવાના બદલે તે પોતે જેવી છે તેવી પોતાની જાતને સ્વીકારવાનું નક્કી કર્યું. અને આ જ કારણે હવે તેની દાઢી જ તેની ઓળખ બની ગઇ.

દાઢી વાળી મોડેલના નામે ઓળખાતી હરનામને આ નામે ઓળખાવામાં કોઇ શરમ નથી અનુભવાતી પણ તે તો આ વાતનો ગર્વ કરે છે. એટલું જ નહીં તેને પોતાના કેરિયર માટે તેવી જગ્યા પસંદ કરી છે જ્યાં ખૂબસૂરતી જ સર્વસ્વ છે. અને તેમ છતાં તેના આ યુનિક લૂકના કારણે તે ત્યાં પણ છવાઇ ગઇ છે. અમેરિકાની આ ભારતીય મૂળની છોકરી સોશ્યલ મીડિયા પર પણ પોતાની આગવી ઓળખના લીધે હવે જાણીતી થઇ છે. તો જુઓ આ દાઢી મૂંછ વાળી મોડલેની તસવીરો અહીં...

પોલીસાયટિક સિંડ્રોમ

પોલીસાયટિક સિંડ્રોમ

હરનામ કૌરને 11 વર્ષની ઉંમરે ખબર પડી કે તે પોલિસાયટિક સિંડ્રોમથી પીડિત છે. જેના કારણે તેના શરીરમાં હાર્મોનલ ચેન્જિસ થઇ રહ્યા છે. અને આ જ કારણે તેના શરીર પર પુરુષો જેવા વાળ આવે છે.

ના હારી હિંમત

ના હારી હિંમત

પણ આ જાણવા છતાં હરનામે હિંમત ના હારી અને પોતાના વાળોનો નિકાલ કરવાને બદલે તેણે તેને વધવા દીધા.

રચી સુંદરતાની નવી પરીભાષા

રચી સુંદરતાની નવી પરીભાષા

વળી મોટા થઇને હરનામે તેવું પ્રોફેશન પસંદ કર્યું જ્યાં સુંદરતા જ સર્વસ્વ હોય. અને તે મોડલિંગ કરવા લાગી.

હરનામે બદલે સોચ

હરનામે બદલે સોચ

પોતાની અલગ વિચારવાની શક્તિ અને પોતાના અલગ લૂકે તેને લોકોની મોડલિંગની પરિભાષા બદલવા મજબૂર કર્યા. અને તેણે સેલેબ્રિટી જ્વેલરી ડિઝાઇનર મૈરિયાના હરુટુનિએનના શોમાં રેમ્પ વોક કર્યું.

પોતાના દમ પર જીતી દુનિયા

પોતાના દમ પર જીતી દુનિયા

હરનામને હવે કોઇ પરિચયની જરૂર નથી. હવે તો તેનો પરિવાર પણ તેના આ વિચારો માટે ગૌરવ અનુભવે છે. અને આજે હરનામ આત્મવિશ્વાસથી ભરેલી એક મહિલા છે.

પોતાને ઓળખે અને તે જેવી છે તેવી સ્વીકારે- હરનામ

પોતાને ઓળખે અને તે જેવી છે તેવી સ્વીકારે- હરનામ

હરનામનું કહેવુ છે કે પહેલા લોકો દરરોજ મારી મજાક ઉડાવતા હતા. હવે તે મને સન્માન આપે છે. હું તમામ મહિલાઓને તે જ કહેવા ઇચ્છીશ કે બીજા માટે નહીં પોતાના માટે જીવતા શીખો. જો તમારો વિચાર સાચો છે તો તમારી સફળતાને કોઇ રોકી નહીં શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X