મળો દુનિયાની સૌથી ખૂબસૂરત વેઈટ્રેસને, તેને જોઈને લોકો ખાવાનું ભુલી જાય છે
સામાન્ય રીતે તમે હોટલમાં જમવા માટે જાઓ તો તમે ઘણી વખત ખૂબસૂરત વેઈટ્રેસ જોઈ હશે. જો કે કોઈ તમને એમ કહે કે આ દુનિયામાં એક હોટલની વેઈટ્રેસ એટલી ખૂબસૂરત છે કે લોકો તેને જોવા માટે જમવાનું પણ ભુલી જાય છે તો તમે માનો?
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક રેસ્ટોરન્ટ અને તેમાં કામ કરતી એક વેઈટ્રેસની ખુબ ચર્ચા છે. લોકો કહે છે કે આ વેઈટ્રેસ એટલી ખૂબસૂરત છે કે લોકો તેને જોને તેના ફોન નંબર પણ માંગે છે. અમેરિકાની આ વેઈટ્રેસ આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે.

લેહ ફેનેલી નામની આ ખૂબસૂરત એક્ટ્રેસ ફૂડ ચેઈન અને રેસ્ટોરન્ટ હૂટર્સ રેસ્ટોરન્ટમાં કામ કરે છે. અમેરિકાની આ રેસ્ટોરન્ટ તેના ફૂડ અને ખૂબસૂરત વેઇટ્રેસ માટે જાણીતી છે. સેન્ટ્રલ ફ્લોરિડામાં કામ કરતી લેહ કહે છે કે તેને જોઈને લોકો ફ્લર્ટ કરવા લાગે છે અને નંબર માંગે છે. એટલુ જ નહીં લોકો તેને ડેટ કરવા માટે પણ ઓફર કરે છે.
અહેવાલો અનુસાર, લેહ એ જ યુનિફોર્મમાં જોવા મળે છે, જે હૂટર્સ રેસ્ટોરન્ટનો ખાસ ડ્રેસ છે. તે ડાર્ક ઓરેન્જ શોર્ટ્સ અને સફેદ ટોપ પહેરે છે. આ લુક સાથે તે તેના વાળ અને મેકઅપને એકદમ ગ્લેમરસ રાખે છે. અહીં ફ્રાઈડે ના દિવસે બ્લેક ડ્રેસ પહેરવો પડે છે. લેહ કહે છે કે, તેને આ ડ્રેસ અને કામ ગમે છે.
લેહના જણાવ્યા અનુસાર, તેને ઘણા લોકો તરફથી ડેટ કરવા માટે ઓફર મળી છે. જો કે તેને કોઈએ પણ લગ્ન માટે પ્રપોઝ કર્યુ નથી. લેહ કહે છે કે તે લગ્નના પ્રપોજ માટે રાહ જોઈ રહી છે. લગભગ દરેક શિફ્ટમાં લોકો તેની સાથે ફ્લર્ટ કરે છે અને ફોન નંબર માંગે છે. વાત અહીં અટકતી નથી, લોકો પોતાની પત્ની અને ગર્લફ્રેન્ડ સામે પણ લેહ સાથે ફ્લર્ટ કરે છે અને નંબર માંગે છે.












Click it and Unblock the Notifications
