મળો રોમાન્સ એક્સપર્ટને, આ મહિલા લોકોને રોમાન્સ કરતા શિખવાડીને કમાય છે લાખો રૂપિયા
તમે ઘણા ક્ષેત્રોમાં નિષ્ણાત વ્યક્તિઓ વિશે સાંભળ્યુ હશે, આવા લોકો સલાહ આપવાનું કામ કરતા હોય છે. જો કે આ જે વ્યક્તિ વિશે વાત કરવાના છીએ તે લોકોને સલાહ તો આપે છે પરંતુ કામની નહીં પણ રોમાન્સ કરવાની.
રિલેશનમાં રોમાન્સની કમી લાંબા ગાળે પાર્ટનર વચ્ચેના સંબંધોને અસર કરે છે ત્યારે આ મહિલા લોકોને રોમાન્સની કમી પુરી કરતા શીખવાડે છે. રોમાન્સ એક્સપર્ટ બનીને તે એવા કપલને સલાહ આપે છે જેમને તેની જરૂર છે. આ કામથી તે લાખો રૂપિયા પણ કમાઈ રહી છે.

હેન્ના નિકોલ અમેરિકાના નેશવિલમાં રહે છે અને રોમાન્સ એક્સપર્ટ તરીકે કપલને મદદ કરે છે. હેના કહે છે કે, તેણે સેંકડો લગ્નોને તૂટતા બચાવ્યા છે. રિલેશનશિપમાં રોમાન્સ ન હોવાને કારણે કપલ વચ્ચે ઝઘડા થાય છે અને પછી સંબંધ તૂટવા પર પહોંચી જાય છે.
આવા કપલ આ સ્થિતિમાં સંબંધને બચાવવા હેનાની મદદ લે છે. હેના તેમને તેમના સંબંધોમાં ફરીથી રોમાંસને લાવવા માટેની રીત જણાવે છે. હેનાના કામની એક ખાસિયત એ છે કે ઘણા લોકો તેને તેમની અંગત લાઈફ વિશે ઘણુ જણાવે છે.
હેના આ કામના બદલામાં રૂપિયા પણ લે છે. લોકો કહે છે કે હેના બન્ને પાર્ટનરને રોમાન્સ કરતા જોવે છે અને જણાવે છે કે રોમાન્સ કેવી રીતે કરવો અને કરવાની યોગ્ય રીત કઈ છે?
હેનાના જણાવ્યા અનુસાર, તેના ગ્રાહકોમાં માત્ર પુરૂષો જ નહીં પરંતુ મહિલાઓ પણ સામેલ છે. તે તેને મેસેજ પણ કરે છે અને તેની સમસ્યાઓ જણાવે છે અને તેનું સમાધાન પણ લે છે. હેના કહે છે કે તેની કમાણી દર મહિને 6 આંકડામાં થાય છે. એટલે કે તે લાખો રૂપિયા કમાય છે.












Click it and Unblock the Notifications
