મળો એક જ તારીખે જન્મેલા પુરા ફેમિલીને, એક સાથે સેલિબ્રેટ કરે છે બર્થ ડે

ઘણી વખત પ્લાનિંગ વગર એવી ઘટનાઓ બનતી હોય છે જેને પ્લાનિંગ સાથે પણ ન કરી શકાય. આવી જ એક ઘટના અમેરિકાના ઓહાયોમાં રહેતા એક પરિવાર સાથે બની છે. આ ઘટના જેટલી રેર છે તેટલી જ અજીબ છે.

સામાન્ય રીતે તમે તમારા બાળકોને જન્મ આપવા માટે કોઈ ચોક્કસ તારીખ નક્કી કરીને પ્લાનિંગ કરતા હોય છે. જો કે તેમ પણ કુદરત ધારે તેમ આગળ-પાછળની તારીખે દુનિયામાં આવતા હોય છે. જો કે આજે જે ફેમિલી વિશે વાત કરી રહ્યા છીએ તેમાં તો પ્લાનિંગને પણ પાછળ રાખે તેવો સંયોગ સર્જાયો છે.

whole family born on the same date

તમને જાણીને નવાઈ લાગશે કે ઓહાયોની રહેવાસી સિએરા બ્લેર અને તેના હસબન્ડ જોશ ઇરવિનનો જન્મદિવસ એક જ તારીખે આવે છે. આ કપલ દર વર્ષે 18મી ઓગસ્ટે તેમનો જન્મદિવસ ઉજવે છે. જો કે વાત અહીં અટકતી નથી, હવે તેમના જોડિયા બાળકોનો જન્મ પણ માતા-પિતાના જન્મ દિવસે જ થયો છે.

આ કપલ એક પુત્ર અને એક પુત્રીના માતા-પિતા બન્યા છે. આ પરિવારમાં 18 જૂલાઈએ બન્ને બાળકોનો જન્મ થયો છે. ક્લીવલેન્ડની ક્લિનિક હિલક્રેસ્ટ હોસ્પિટલમાં મધરાતે આ જોડિયા બાળકોનો જન્મ થયો છે. જોશ ઇરવિનનો જન્મ 12:35 વાગ્યે થયો હતો, ત્યારે તેની બહેન એરિયા લેનેટ ઇરવિનનો જન્મ 12:36 વાગ્યે થયો છે.

આ મુદ્દે વાત કરતા ઈરવિને કહ્યું કે, આનાથી વધુ સુંદર બર્થડે ગિફ્ટ કંઈ ન હોઈ શકે. આ બાળકોના જન્મથી બાળકો ખુબ જ ખુશ છે. આ કપલ 2022માં એકબીજાને મળ્યુ હતુ. આ પછી બન્ને પ્રેમમાં પડ્યા. બંનેએ વિચાર્યું ન હતું કે તેમનો જન્મદિવસ આ રીતે હોસ્પિટલમાં પસાર થશે. પરંતુ આ સૌથી યાદગાર જન્મદિવસ બની ગયો છે.

બીજી તરફ ક્લેવલેન્ડ ક્લિનિક હિલક્રેસ્ટ હોસ્પિટલે આ ઘટનાની પુષ્ટિ કરી છે. હોસ્પિટલે તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર તેમના માતા-પિતા સાથે બાળકોની તસવીર પોસ્ટ કરીને લખ્યું કે, કેટલું અદ્ભુત છે. માતા અને પિતા એક જ દિવસે જન્મદિવસ ઉજવશે. આ માટે લોકોએ કપલને ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X