Video : મહિલાએ ફેવિક્વિકને દવા સમજીને આંખોમાં નાખી દીધી, પછી જે થયુ તે સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે
ઘણી વખત એવી ભુલો થઈ જાય છે જેના પરિણામો ખૌફનાક આવે છે. સામાન્ય ભૂલના પરિણામો પુરી જીંદગી ભોગવવી પડે છે. હાલમાં આવી જ એક મહિલાની ઘટના વાયરલ થઈ રહી છે.
હાલમાં જ મહિલાએ એવી ભૂલ કરી કે તેનું પરિણામ તેને પુરી જિંદગી ભોગવવુ પડશે. તમે સાંભળીને જ ખૌફ ખાઈ જશો કે આ મહિલાએ ભૂલથી પોતાની આંખોમાં ફેવિક્વિક જેવા સુપર ગ્લુને લગાવી દીધો.

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ મહિલાએ ભૂલથી તેની આંખોમાં સુપર ગ્લુ લગાવી દીધો. આ મહિલાનું નામ જેનિફર એવર્સોલ છે અને તે જે કેલિફોર્નિયાના સાંતા રોઝામાં રહે છે.
6 બાળકોની માતા જેનિફરે સૌપ્રથમ જૂન મહિનામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ TikTok પર તેની સ્ટોરી શેર કરી હતી. તેણે કહ્યું હતું કે, તેના ઘરમાં તેની આંખના ટીપાં અને સુપર ગ્લુ સાથે રાખવામાં આવ્યા હતા. તેણે ધ્યાન આપ્યું નહીં અને આંખના ટીપાંને બદલે તેણે ભૂલથી તેની આંખોમાં સુપર ગ્લુ નાખી દીધો.
આ પછી તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી. સારૂ થયુ કે તેની આંખોમાં ગ્લુ લગાવ્યાની થોડીવાર પછી તેણે ઝડપથી પોતાની આંખો બંધ કરી દીધી હતી, જેના કારણે ગુંદર તેની અંદર સુધી પહોંચી શક્યો નહીં. જો કે ગ્લુએ આંખોને ચોટડી દીધી.
તેણીને લાગ્યું કે જો તેણીએ તેની આંખો બંધ ન કરી હોત તો ગુંદર તરત જ અંદર સુધી પહોંચી ગયો હોતઅને નુકસાન વધુ થઈ શક્યું હોત. તેણે કહ્યું કે લોકો તેને સૌથી મૂર્ખ વ્યક્તિ કહી રહ્યા છે.
Woman mistakes super glue for eye drops pic.twitter.com/Ca50qiDTjc
— CCTV IDIOTS (@cctvidiots) October 2, 2023
તેણીએ જણાવ્યુ કે, આંખો ખોલવા માટે ડોકટરોએ આંખોની અંદર ક્રીમ લગાવી, જેથી ગુંદરની અસર ઓછી થઈ જાય. આ પછી તેની આંખો સુન્ન થઈ ગઈ અને પાંપણો કાપીને પાંપણો ખોલવામાં આવી. ટ્વિટર પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને તેને 2 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.
તેની આંખો હવે કેવી છે તે અંગે ઘણા લોકો ચિંતિત છે. ઘણા લોકોએ કહ્યું કે ગુંદર અને આંખના ટીપાં બાજુમાં રાખવાની જરૂર નહોતી.












Click it and Unblock the Notifications
