ભારતમાં પ્રેમનો દુશ્મન બની રહ્યો છે મોબાઈલ, જાણો શું કહે છે સર્વે?

આજે તમે ગમે ત્યાં જાઓ પણ લોકો આજુબાજુની દુનિયા છોડીને મોબાઈલમાં ખોવાયેલા જોવા મળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે લોકોની આ મોબાઈલ વાપરવાની આદત પ્રેમની દુશ્મન બની રહી છે.

મોબાઈલની આડઅસરની ચર્ચાઓ વચ્ચે વીવો ઈન્ડિયા અને સાયરલ મીડિયા રિસર્ચ દ્વારા એક સર્વે ચૌકાવનારા તારણો સામે આવ્યા છે. આ સર્વે અનુસાર, 69 ટકા ભારતીય કપલ એ ક્વીકાર કરે છે કે તે સ્માર્ટફોનથી વિચલિત થાય છે અને તેના કારણે પાર્ટનર પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. આ સર્વેમાં આવા ઘણા ચૌકાવનારા તારણો સામે આવ્યા છે.

Mobile

આ સર્વેમાં 70 ટકા લોકોએ એ વાતનો સ્વીકાર કર્યો કે તે તેમના ફોન પર વ્યસ્ત હોય ત્યારે પાર્ટનરના સવાલ પર ક્યારેક ચિડાઈ જાય છે. 90 ટકા લોકો માટે સ્માર્ટફોન આરામથી સમય વિતાવવાની સૌથી પસંદગીની રીત છે. 88 ટકા લોકોનો દાવો છે કે ફોન પર પસાર કરવો એ તેમના જીવનનો એક ભાગ બની ગયો છે. સર્વે અનુસાર, લોકો દરરોજ સ્માર્ટફોન પર સરેરાશ 4.7 કલાક વિતાવે છે. આ આંકડો કપલમાં બન્ને માટે સરખો છે.

બીજી તરફ 84 ટકા લોકો તેમની રીતો સુધારવા અને તેમના પાર્ટનર સાથે સમય પસાર કરવા માંગે છે. 66 ટકા લોકોએ સ્વીકાર્યું કે વધુ પડતા સ્માર્ટફોનના ઉપયોગને કારણે તેમના પાર્ટનર સાથે સંબંધો નબળા પડ્યા છે. આ દર્શાવે છે કે લોકો તેમના જીવન પર વધુ પડતા ફોનના ઉપયોગની નકારાત્મક અસરને સમજી રહ્યા છે અને તેને સુધારવાની ઈચ્છા રાખે છે.

રિસર્ચ દર્શાવે છે કે આદત બદલવી પડકારરૂપ બને છે. સ્માર્ટફોન લોકોના જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. આ સર્વે અનુસાર, 84 ટકા લોકો કહે છે કે મોબાઈલ ફોન શરીરનો એક ભાગ બની ગયો છે અને તેને ક્યારેય અલગ કરતા નથી. 60 ટકા લોકો સંમત થયા કે સ્માર્ટફોન તેમને તેમના નજીકના અને પ્રિયજનો સાથે જોડાયેલા રહેવામાં મદદ કરે છે. જ્યારે 59 ટકા માને છે કે સ્માર્ટફોન તેના જ્ઞાનમાં સુધારો કરે છે. 58 લોકોએ કહ્યું કે સ્માર્ટફોને ખરીદીને સરળ બનાવી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X