3 બાળકોની માતાને 10 વર્ષ પછી ખબર પડી કે તેનો પતિ તેનો જ ભાઈ છે, જાણો કેવી રીતે ખુલાસો થયો?

તમે ઘણી એવી ઘટનાઓ જોઈ હશે જેમાં લોકોને વર્ષો પછી તેમના માતા-પિતા કે પરિવાર સાથે મેળાપ થાય. પરંતુ એવી કોઈ ભાગ્યે જ ઘટના બની હશે કે જેમાં ભાઈ બહેનના અજાણતા જ લગ્ન થઈ ગયા હોય . હવે અમેરિકામાં આવી જ એક ઘટના સામે આવી છે.

અમેરિકામાં સામે આવેલો એક વિચિત્ર કિસ્સો હવે લોકોનો ચૌકાવી રહ્યો છે. ઘટના અનુસાર, એક મહિલાને લગ્નના 10 વર્ષ પછી ખબર પડી કે તેનો પતિ તેનો પિતરાઈ ભાઈ છે. આ મહિલાને ત્રણ બાળકો છે. પુરી ઘટનાનો ખુલાસો ડીએનએ રિપોર્ટથી થયો છે.

Colorado

મહિલાએ સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કરીને પોતાની કહાની જણાવી છે. તેને કહ્યું કે, ભલે મેં ભૂલથી લગ્ન કરી લીધા પરંતુ અમે પતિ-પત્ની છીએ. કયારેય અલગ નહીં થઈએ. અમને કોઈ અફસોસ નથી. આ મહિલાના પતિએ જણાવ્યુ કે, અમે હવે ક્યારેય અલગ રહી શકીએ નહીં. દુનિયા ગમે તે કહે.

કોલોરાડોમાં રહેતી સેલિના ક્વિનોન્સ તેના પતિ જોસેફ અને ત્રણ બાળકો સાથે પરિવારમાં ખુશીથી રહે છે. સેલિના અને જોસેફ હેલોવીનમાં મળ્યા અને ત્યારબાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. વર્ષ 2006માં બંનેએ લગ્ન કર્યા. લગ્નના 10 વર્ષ પછી 2016માં તેમને ખબર પડી કે તેનો પતિ તેનો પિતરાઈ ભાઈ છે. મહિલાનો દાવો છે કે બંને આ વાતથી અજાણ હતા.

ડીએનએ રિપોર્ટમાં ખુલાસો થયા બાદ આ મહિલાને છૂટાછેડાનો વિચાર આવ્યો હતો. પણ બાળકો વિશે વિચારીને પતિ સાથે વાત કરવાનું પણ મન છોડી દીધું. ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર, જોસેફ કહે છે કે અમે બંનેએ જીવનમાં ઘણી લાંબી સફર ખેડી છે. અમને લોકોના અણગમા સાથે જીવવાની આદત પડી ગઈ છે.

સેલિના અને જોસેફને બે પુત્ર અને એક પુત્રી છે. એક પુત્ર 15 વર્ષનો અને બીજો 13 વર્ષનો છે અને પુત્રી 10 વર્ષની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X